Abtak Media Google News

આજકાલ યુવતીઓના ફેશન ટ્રેન્ડમાં ઓમ્બ્રે લિપસ્ટિકનું ચલણ ખૂબ વધી રહ્યુ છે. તેમાં હોઠો પર એક જ રંગના બે ટોન અથવા બે અલગ-અલગ રંગોમાં લિપસ્ટિક લગાડવામાં આવે છે. ઓમ્બ્રે લિપસ્ટિકના ટ્રેન્ડમાં એક કલરથી હોઠની આઉટલાઇન કરવામાં આવે છે. અને બીજા કલરથી અંદર ભરવામાં આવે છે. આ કલર કોમ્બીનેશન ખૂબ જ આકર્ષક લાગે છે.

– ઓમ્બ્રે લિપ કરલ અપ્લાય કરવા જરૂરી સામગ્રીઓ :

  • – લીપ બ્રશ
  • – લીપ ક્ધસીલર
  • – લીપ લાઇનર
  • – લિપસ્ટિકનો લાઇટ શેડ અને તેજ લિપસ્ટિકનો ડાર્ક શેડ
  • – ઓમ્બ્રે લિપસ્ટિકમાં લિપ ક્ધસીલીંગ

ઓમ્બ્રે લિપસ્ટિક લગાડવામાં લીપ ક્ધસીલીંગનો ઉપયોગ સૌ પ્રથમ કરવામાં આવે છે. જે તમારા હોઠોના બધા ડાઘ-ધબ્બાને છુપાવીને તેને સુંદર બનાવે છે.

ઓમ્બ્રે લિપસ્ટિક માટે લિપ ક્ધસીલરનો જ ઉપયોગ ચહેરા પર લગાડવાના ક્ધસીલરનો ઉપયોગ હોઠ પર ન કરવો. ક્ધસીલર લગાડવાથી ઓમ્બ્રે લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી રહે છે. બ્રશથી લીપ ક્ધસીલરનો નેચરલ શેડ હોઠોની વચ્ચેથી એપ્લાય કરવાનું શ‚ કરો.

-લીપ લાઇનર :

હોઠો પર ક્ધસીલીંગ કરવા માટે લીપ લાઇનરથી બોર્ડર લાઇન બનાવો જે લિપસ્ટિક લગાડવાની હોય તેનાથી લીપ લાઇનર બે શેડ ડાર્ક હોવી જોઇએ. લીપ લાઇનરનો ઉપયોગ ફક્ત બોર્ડર બનાવવા જ કરવો.

– શેડિંગ કરવુ

ઓમ્બ્રે લિપસ્ટિકમાં આ સ્ટેપ ઘણુ જ મહત્વનું છે. હોઠો વચ્ચે હળવા રંગની લિપસ્ટિક લગાવી એકથી બે વાર પોતાના હોઠને અંદરની તરફ દબાવો જેથી લિપસ્ટિકનો કલર પુરી રીતે હોઠો પર ફેલાય જાય. આ સ્ટેપ દરમિયાન લિપસ્ટિક ફેલાય નહી તેનું ધ્યાન રાખવું.

– ઇફેક્ટ બ્લેન્ડ કરો.

ઓમ્બ્રે લિપસ્ટિકમાં ઇફેક્ટ બ્લેન્ડએ અંતિમ સ્ટેપ છે. બધા રંગોને સરખી રીતે બ્લેન્ડ કરવાનું ધ્યાન રાખી રહેલ ઓમ્બ્રે લિપસ્ટિકમાં હોઠોની ડાર્ક કલરની આઉટલાઇન વચ્ચે હળવો રંગ લગાવવામાં આવે છે. હવે બ્રશની મદદથી લાઇટ કલરની લિપસ્ટિક હોઠો પર લગાવો. અને ધ્યાન રાખવુ કે તેનાથી આઉટલાઇન ખરાબ ન થાય…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.