Abtak Media Google News

ઓમ બિડલા રાજસ્થાનના કોટા લોકસભા બેઠકના ભાજપના સાંસદ છે

રાજસ્થાનના કોટાથી બીજેપી સાંસદ ઓમ બિડલા લોકસભાના નવા સ્પીકર બનશે લોકસભા અધ્યક્ષના નામ ઘોષિત થયાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વાર ફરી પોતાના નિર્ણયથી લોકોને ચોકાવી દીધા છે. બિડલા આજે સ્પીકરની ઉમેદવારી નોંધાવશે.

લગાતાર બીજીવાર કોટાબુંદી સીટના સાંસદ રહી ચૂકયા છે. બિડલા 2014માં પહેલી વાર લોકસભાની ચૂંટણી જીત્યા રાજસ્થાનમાં ત્રણ વાર વિધાયક રહી ચૂકયા છે. મહત્વનું છે કે બિડલા અત્યાર સુધી એક પણ ચૂંટણી હાર્યા નથી. અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહી ચૂકયા છે.

લોકસભા અધ્યક્ષની પસંદગી આજે થઈ છે. આ રેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીલ, રાધામોહન સિંહ, રમાપતિ રામ ત્રિપાઠી, એસએસ

અહલુવાલિયા અને ડો. વીરેન્દ્રકુમાર જેવા ઘણા દિગ્ગજ નેતાઓના નામ સામેલ હતા જોકે આ બધામાં બિડલાને લોકસભાના નવા અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.