જૂના ફિલ્મી ગીતોમાં જીવનની ફિલસુફી હતી

‘જીંદગી એક સફર હે સુહાના… યહૉં કલ કયા હો કિસને જાના’

માનવ જીવનના સુખ-દુ:ખના પ્રસંગો સાથે ગીતકારનાં શ્રેષ્ઠ શબ્દો થકી સદાબહાર ગીતો સાંભળીને જ મન પ્રફુલ્લિત થઇ જતું, જુના ગીતોમાંથી જીવન જીવવાની પ્રેરણા મળતી હતી

જીવન ‘પેન ડ્રાઇવ’ નથી કે મન પસંદ ગીત વગાડી શકાય, જીવન તો રેડિયા જેવું છે…. કયારે કયુ ગીત વાગે તેની ખબર જ ના પડે!!

થાકેલો માનવી આખો દિવસ કામ કરીને પોતાના નાનકડા રૂમમાં આરામથી ઉંઘ લેતો હોય ત્યારે તેના માનસપટ્ટમાં વિવિધ સપનાઓમાં પોતાના કુટુંબના વિકાસની વાત સાથે અસંખ્ય વિચારો કરતો હોય છે. મઘ્યમ વર્ગના માણસે આ જ જોવાનું છે. કારણ કે સપનાઓની જાળ  રંગબેરંગી જીવનના કલર તો બતાવે પણ એક રાત માટે જેવી સવારે પડે એટલે બધું જ ખતમ આવી સુંદર વાત ફિલ્મ ‘એક ગાંવકી કહાની’ ફિલ્મમાં તલત મહેમુદના સ્વરે ગવાયેલ સુંદર ગીતમાં આવે છે. આપણું જીવન મધુર ગીત છે અને હ્રદયની ભાષા પણ છે.

“રાત ને કયા કયા ખ્વાબ દિખાયે,

રંગ ભરે સો જાલ બિછાયે…..

આંખે ખુલી તો સપને તુટે રહ ગયે ગમકે સારે સાથે….

વર્ષો પહેલા આવેલી ‘સંબંધ’ફિલ્મનું મુકેશજીનું ગીત ‘ચલ અકેલા… ચલ અકેલા… તેરા મેલા પીછે છુટા રાહી ચલ અકેલા’ આ ગીત સાંભલયે ત્યારે એકાંત, એકલતા સાથેની જીવન કથનીની વાત સાથે જીવનની ઘટમાળ યાદ આવી જાય છે.

જાુના ફિલ્મી ગીતોના સુંદર ગીતકારોના શબ્દો એની તાકાત હતી. જીવન વાસ્ત વિકતા સાથે માનવજીવનમાં વિવિધ જીવન મુલ્યોની વાત આ ગીતો કરતાં હતા. જાુના ફિલ્મમાં એકાદ યુગલ ગીત, એક પ્રાદેશિક લોગગીત સાથે પાંચ ગીતોનો સમુહ અચુક જોવા મળતો હતો. પારિવારીકે ફિલ્મમાં તો સાથે પાંચ ગીતોનો સમુહ અચુક જોવા મળતો હતો. પારિવારિક ફિલ્મોમાં તો જીવનના ખટમીઠા પ્રસંગો, ઉત્સવો વિગેરેને વણીને શ્રેષ્ઠ ગીતો ગીતકારે લખ્યા હતા. જીવનની ફિલસુફી સમજાવતા ગીતોમાં મર્મ છુપાયેલો હતો અને તે જ એની મઝા હતી, આ કારણે આજે પણ આ ગીતો મીઠા મધુરા લાગે છે.

મધર ઇન્ડિયાના ગીત દુ:ખભર દીનબીતેરે ભૈયા, અબ સુખ આપો રે, વરસાદી માહોલ પછી ખેતરમાં લહેરાતો મોલ જોઇને ધરતીપુત્ર નું મન મોહી ઉઠે છે. દુ:ખના દિવસો દૂર થશે કારણ કે મોલાત વેચીને બે પૈસા રળતો માનવી જીવન બાકી પ્રસંગો, ઉત્સવો ઉજવશે એવી વાત ગીતના શબ્દોની હતી.

જાુના ફિલ્મમાં જયારે પરિવાર પર દુ:ખ આવતું ત્યારે સુંદર ઇશ્ર્વર વંદનાના ભજનો ઘણા જ અર્થસભર હતા. ફિલ્મ ‘ગોપી’ માં ‘સુખ કે સબ સાથી…. દુ:ખ મે ન કોઇ’ આજે પણ કયાંક મંદિરે સાંભળવા મળી જાય છે. સંસારચક્રના માનવીના સુખ, દુ:ખ, મુશ્કેલી, કરૂણતા જેવા વિવિધ આપત્તિ સમયે અર્થસભર ગીતો તેના શબ્દો થકી દર્શકોની આંખમાં ચોમાસાની ઝરમર બુંદો લાવી દેતું, ગીતકાર યોગેશ, શૈલેન્દ્ર, મજરૂહ જેવા નામી ગીતકારોના સમાજ જીવન સાથે વણાયેલા સુંદર ગીતોથી એ ફિલ્મોને પણ ગીતો થકી હીટ બનાવતા હતા.

‘બાતો બાતો મેં’ ફિલ્મનું કિશોરકુમારે ગાયેલ ગીત જીવનનો ઊંડો અર્થ સમજાવે છે. ‘કહાઁ તક યે મન કો અંઘેરે છલેગે, ઉદાસી કે દીન, કભી તો ઢલેગે’ આ ગીતમાં ગીતકાર માનવ જીવનમાં આવેલા અંધકારની વાત સાથે મન છળકપટ કયાં સુધી કરશે. ઉદાસી અર્થાન દુ:ખના દિવસો કયારેક તો ઘટશે ને કયારેક સુખ આવે તો કયારેક દુ:ખ એ તો જીંદગી છે. પાનખરની મૌસમ તો એક બે ઘડી છે પછી તો સુખ આવશે ને, જયારે બાગમાં નવા ફૂલો ખીલશે ને જીવનમાંથી દુ:ખ દૂર થશે તેવી જીવન ફિલ સૂફી શબ્દો ગીતો દ્વારા કહેવાય છે. જીવનમાં ગમે તેટલો પવન ફૂંકાય પણ માનવી તું તારા મન ઉપર ભરોસો રાખજે જે તારાથી દૂર થયા છે. તે જીવન યાત્રામાં કયાંક કે કયાંક ફરી તને મળશે જ જાુના ફિલ્મી ગીતોની આજ તાકાત હતી, ગીતો જીવન સાથે વણાયેલા હતા તેથી સૌને એમ લાગે કે મારા જીવનની વાત છે. મઘ્યમ વર્ગને સ્પર્શતા ગીતો તેના શબ્દો થકી માનવી સાંભળીને ઉત્સાહમાં આવી જતો. ઉદાસ ચહેરો આનંદિત થઇ જતો, આજના યુગ જેવી કશી જ ફેસીલીટીન હોવાથી ગીતો ભરી આમ જીવન જ મનોરંજન માટે જીવવા માટે કાફી હતું.

માનવીને જીવનમાં પુરૂષાર્થનું મહત્વ સમજાવતા અને હાર-જીત તો જીવનમાં આવે તેનાથી ઉભા રહેવાનો કશો અર્થ નથી. સતત ચાલતું રહેવું એ જ જીવન છે આવા ઉમદા અર્થસભર ગીત ફિલ્મ ઇમ્તિહાન ‘માં કિશોરકુમારે ગાયેલુ’ રૂકજાના નહીં…. તુ કહીં હાર કે હતું, આવી જ રીતે માનવ જીવન તો ચાલવાનું જ નામ છે, સવાર-સાંજ ચાલતી જીંદગી સાથે ચાલવાની વાત ફિલ્મ ‘શોર ’ના ગીતમાં કરી છે. જેના શબ્દો જ અર્થ સભર હતા. ‘જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહો શામ’

જીવનમાં કયારેય ડરવું નહીં. ઇશ્ર્વર ગમે તેવી કસોટી લે કે સુખ દુ:ખ આવે ત્યારે હિંમત રાખીને જીવન પસાર કરવાની વાત ફિલ્મ ‘ખોટે સિકકે’ ના ગીતમાં કરી છે. જીવન મેં તું ડરના નહીૅ, ડર કી બાત કભીના કરતા, જીવન જીવતા આવા ગીતો શિખવતા તે યુગની વાત આજે પણ ભાગ-દોડવાની જીંદગીમાં ૧૦૦ ટકા સાચી લાગે છે.

ફિલ્હ ‘બાદલ’ ના મન્નાડે એ ગાયેલા ગીત ‘આપને લીયે જીયે તો કયા જીયે, તુ જી જમાને કે લીયે’ માં તેના શબ્દો જ એક બીજાને મદદ કરવાની વાત કરે છે. પોતાના માટે સૌ કોઇ જીવે છે પણ સમાજમાં તમારા પરિવારમાં જીવતા બીજા લોકોને મદદ કરીને જયારે તમે તેનો સધિયારો બનો એજ સાચુ જીવન છે. સૌથી શ્રેષ્ઠ જીવનની ફિલસુફી સમજાવતું ગીત ફિલ્મ ‘રફતાર’નું હતું જેમાં મુકેશજીના દર્દીલા સ્વરમાં ‘સંસાર હે ઇક ન દીયા, સુખ દુ:ખ દો કિનારે હે’ આ ગીતમાં માનવી પોતાના પરિવાર સાથે ગુજરાન ચલાવતો ને નાની મોટી મુશ્કેલીનો સામનો કરતો જોવા મળે છે.

‘તીસરી કસમ’ફિલ્મમાં શૈલેન્દ્રના શબ્દોનું મુકેશના સ્વરે ગવાયેલું ગીત ‘અજન રે જાુઠ મત બોલો, ખુદા કે પાસ જાના હે’ માનવીને સાચુ બોલવા પ્રેરક સમુ ગીત છે. કર્મ-જીવનમાં અંતે ભગવાનને જવાબ આપવો પડશે, મૃત્યુ બાદ તેની સામે જાચ ત્યારે સ્વર્ગ-નર્કની વાતો સાથે માર્મિક ટકોર આ ગીતમાં સુંદર કરી છે, કારણ કે જીવન તો એક પહેલી જેવું છે જે કયારેક હસાવે તો કયારેક રડાવે છે. જીવનમાં એક જ્ઞાન, પ્રેમ, સેવા, કરૂણા જેવી જયોત જગાવીને પ્રેમની ગંગા સમાજમાં વહેડાવવાની વાત ફિલ્મ સંંત જ્ઞાનેશ્ર્વર, ફિલ્મ ગીતમાં કરી છે. જીવન-જીંદગી એક સફર છે. કાલે શું થશે એની કોઇને ખબર નથી માટે જે જીવન છે તેને માણીને શ્રેષ્ઠ જીવન જીવવાની વાત સફર ફિલ્મમાં ગીતમાં ગીતકારના શબ્દો બહું જ સરસ રીતે સમજાવે છે., જીંદગી એક સફર હે સુહાના, તેના શબ્દો જ ઘણું બધું સમજાવી જાય છે.

ત્યાગ, પ્રેમ, સર્મપણની વાત બધા જ કરે છે. પણ ખરા સમયે  કોઇ સાથ આપતું નથી. માણસ માટે ત્યાગ કરવો ખુબ જ કપરો છે. આવી જીવન વાત સમજાવતા ‘સરસ્વતી ચંદ્ર’ ફિલ્મમાં ‘છોડ દે સારી દુનિયા કિસી કે લીયે, યે મુનાસિફ નહી આદમી કી લીયે’ શબ્દો જ તેની તાકાત છે. કુદરતના અફાટ સૌદર્ય વચ્ચેના સ્વચ્છ યુગલ ગીતો જાુના ફિલ્મો ની તાકાત હતી. આજના યુગના યુવા વર્ગને પણ રીમીકસ થકી

આવા ગીતો ગમે જ છે. આપણી આસપાસની વાતો કહેતા સમજાવતાને જીવનનો મર્મ સમજાવતા ગીતોને કારણે જ તેને ‘ઓલ્ડ્ર-ગોલ્ડ’  કહે છે.

ઓહ રે તાલ મિલે, નદી કે જબમે, નદી મિલે સાગર મે, સાગર મિલે કૌન સે જલમે… કોઇ જાનેનાર્’ ફિલ્મ અનોખી રાતના આ ગીતમાં જીવનની સચ્ચાઇ જોવા મળે છે. જીંદગી પ્યારનું ગીત છે, જન્મ લેનાર દરેક માનવીએ ગાવુ જ પડશે.

Loading...