Abtak Media Google News

ઓખા મત્સ્ય ઉધોગ કચેરીના અધિકારીનીસમય સુચકતાથી પરદેશી માછીમારી બોટ અને ખલાસીઓને રાહત

ઓખા બંદર ખાતે તા.૫ના રોજ તામીલનાડુની બે અજાણી ફીસીંગ બોટો આવવાની જાણ થતા મત્સ્ય ઉધોગ ખાતુ, ઓખાના જીલ્લા અધિકારી આર.આર.લશ્કરી દ્વારા મરીન પોલીસ સ્ટાફ, આઈબી, કોસ્ટગાર્ડ વગેરે સુરક્ષા એજન્સીઓને સાથે રાખી સઘન તપાસ કરેલ.

સંપૂર્ણ તપાસ કરતા કોઈ વાંધાજનક રીપોર્ટ ન મળતા ફીસરીઝ કચેરી દ્વારા બન્નેબોટોના દસ્તાવેજો જપ્ત કરી કાર્યવાહી કરવા માટે આસીસ્ટન્ટ ડાયરેકટર ઓફિસર એ.કોલાચલ જીલ્લા કન્યાકુમારી (વેસ્ટ) તામીલનાડુને મોકલવામાં આવ્યા હતા. આ રીતે ઓખા મત્સ્ય ઉધોગ કચેરી દ્વારા સરાહનીય કામગીરી કરી પરદેશી ખલાસીઓને રાહત આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.