વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત સ્થળ મુલાકાત લેતા મહાપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ

55
officials-and-officials-of-the-municipal-corporation-visiting-the-place-under-the-celebration-of-world-yogi-day
officials-and-officials-of-the-municipal-corporation-visiting-the-place-under-the-celebration-of-world-yogi-day

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૧ જુન વિશ્વ યોગ દિનની ઉજવણીની તડામાર તૈયારી

મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર તથા આરોગ્ય સમિતિ ચેરમન જયમીનભાઈ ઠાકર એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા પણ જુદા જુદા પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ. આ ઉપરાંત શહેરની શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ વિગેરે દ્વારા પણ જુદા જુદા સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાશે.

યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પદાધિકારીઓએ તમામ ગ્રાઉન્ડની સ્થળ મુલાકત લઇ, સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપેલ. આ મુલાકાતમાં મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર તથા આરોગ્ય સમિતિ ચેરમન જયમીનભાઈ ઠાકર, ડે. કમિશનર સી. કે. નંદાણી, આસી. કમિશનર કગથરા, ઇચા. સહાયક કમિશનર ધડુક, વાસવંતીબેન પ્રજાપતિ, આસી. મેનેજર ચોલેરા, ભોણીયા, ગામેતી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

officials-and-officials-of-the-municipal-corporation-visiting-the-place-under-the-celebration-of-world-yogi-day
officials-and-officials-of-the-municipal-corporation-visiting-the-place-under-the-celebration-of-world-yogi-day

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૧ જુનના રોજ યોજાનાર યોગ કાર્યક્રમમાં જોડાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ શહેરીજનોને અપીલ કરેલ છે.

Loading...