Abtak Media Google News

કોરોના મહામારીના સંક્રમણને પગલે લોકડાઉન દરમિયાન વિવિધ રાહતકાર્યોમાં સહભાગી બનેલ અને કોરોના વોરીયર્સની ભુમિકા ભજવેલ એવા એડીશ્નલ કલેકટર  પરિમલભાઈ પંડ્યા, એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના જોષી અને મામલતદાર પૂજાબેન બાવળીયાનું વોર્ડ નં.૭ ભાજપ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ હોમીયોપેથીક દવા અને માસ્કની સાથે સન્માનપત્ર અર્પણ કરાયા હતા.

Ramesh Domadiya Press 7 8 2019

આ તકે વોર્ડ નં.૭ ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ સાથે શુભેચ્છા મુલાકાત પણ યોજાયેલી હતી. આ તકે વોર્ડ નં.૭ના પ્રમુખ રમેશભાઈ દોમડીયા, વોર્ડ નં.૭ના ભાજપ અગ્રણી ભરતભાઈ ગમારા, યુવા મોરચાના અગ્રણી સતીષ ગમારા, બળવંતભાઈ પુજારા, વેપારી અગ્રણી નસરૂદીનભાઈ વીરાણી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.