Abtak Media Google News

વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજાનું મહત્વ અને‚ રહ્યું છે ત્યારે પોતાના અને લોકોના રક્ષણ માટે પોલીસને શસ્ત્ર આપવામાં આવતા હોવાથી આવા હથિયારનું પૂજન શાસ્ત્રોકત વિધી અનુસાર પરંપરાગત રીત કરવામાં આવે છે. પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા સહિતના સ્ટાફે પોલીસ ડીપાર્ટમેન્ટના અતિ આધૂનિક એમ.પી-૫, ૯એમએમ, એસઆઇજી, ૫.૫૬એમએમ, આધનિક રાયફલ અને ૭.૬૨ એમએમ જેવા હથિયારની પૂજા કરી હતી તેમજ પોતાના જીવનમાં રોજબરોજ ઉપયોગમાં આવતા વાહન અને પોલીસ દળના અશ્ર્વોની પૂજા કરી વિજયા દશમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.

‘અબતક’ ચેનલ તથા ડિજીટલ પ્લેટફોર્મ પર તમામ ઇન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશન કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ

પોલીસ શહીદ દિવસની ઉજવણી નિમિત્તે સપ્તાહ દરમિયાન કાર્યક્રમોની હારમાળા સર્જાઈ રહી છે. ૩૦ ઑક્ટોબર સુધી ઇન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશન ૨૦૨૦ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે ’અબતક’ના ડિજિટલ પ્લેટફોર્મ ફેસબુક અને યુટ્યુબના પેજ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા અને આજના યુવાનો, ભયજનક અને તક વિષયે યોજાયેલા આ કાર્યક્રમમાં ફેસબુક પેજ પર ૧૨હજાર રિચ ૧૦હજાર વ્યુવર્સ જોડાયા હતા.

આવતીકાલે ‘ટ્રાફિક સમસ્યા અને સંભવિત ઉકેલો’ વિષયે ડીસ્કશન

બુધવાર: મહિલાઓની પ્રગતિ અને સુરક્ષા: હાલની સમસ્યાઓ તથા તેના સમાધાનો

ગુરુવાર: સાયબર ક્રાઇમ: હાલની સમસ્યાઓ અને ઉકેલો

શુક્રવાર: યુવાનો, ડ્રગ્સ અને હિંસા: સંભવિત ઉપાયો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.