Abtak Media Google News

આજરોજ ગુજરાત રાજ્યનો ૬૦માં સ્થાપ્નાદિન છે દેશ આઝાદ થયો ત્યારે ગુજરાત પ્રદેશ મુંબઇ રાજ્યનું અભિન્ન અંગ હતુ ત્યારબાદ ૧મે ૧૯૫૦ના રોજ ગુજરાતની અલગ સ્થાપ્ના થઇ. ૧લી મેના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યો પોત પોતાનો સ્થાપ્ના દિવસ ઉજવે છે. આ પ્રસંગે સમગ્ર વિશ્ર્વનું ધ્યાન ખેંચ્યું હતું. જયારે રાજય મહારાષ્ટ્રથી છુટુ પડયુ ત્યારે ગુજરાતનો વહીવટ કેમ ચાલશે તેની ચિંતા હતી. પરંતુ આજે ૬૦ વર્ષ બાદ ગુજરાતીઓ અને ગુજરાતની નેતાગીરીએ ગુજરાતને રોલમોડેલ બનાવી અવ્વલ નંબર પર પહોંચાડયુ છે. દેશમાં સૌથી મોટો દરિયાકિનારો ધરાવતા ગુજરાત રાજયનો વારસો પણ અદ્રભૂત છે. ગુજરાતના ગરબા દેશમાં તો ઠીક વિશ્ર્વભરમાં પ્રસિધ્ધ છે. ગુજરાતના આજના ૬૦માં સ્થાપ્નાદિને રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ પદાધિકારીઓ અને રાજકીય અગ્રણીઓએ અંત:કરણ પુર્વક સર્વે ગુજરાતીઓને શુભકામના પાઠવી છે. આજરોજ મહામારીના કપરા સમયમાં ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી ધામધૂમથી થઇ શકી નથી પરંતુ અધિકારીઓએ અંતરથી શુભેચ્છા પાઠવી છે.

સૌના સહિયારા પ્રયાસોથી આપણે ઝડપથી કોરોના વાયરસ મુકત થઇશું: જીતુભાઇ વાઘાણી સ્થાપના દિને તમામ ગુજરાતીઓને શુભેચ્છા પાઠવતા પ્રદેશ અધ્યક્ષ

Jitu Vaghani

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ હું ૧ મે, આપણાં ગૌરવવંતા ગુજરાતના સપના દિન નિમિત્તે રાજ્યના તમામ નાગરિકોને તેમજ દેશ અને વિશ્વભરમાં વસતા તમામ ગુજરાતીઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું, મને વિશ્વાસ છે કે આપણાં સૌના સહિયારા પ્રયાસોી આપણે ઝડપી પ્રવર્તમાન કોરોના વાઇરસની સ્થિતિમાથી મુક્ત ઈશું અને ગુજરાત તમામ ક્ષેત્રે પોતાની વિકાસયાત્રાને આગળ ધપાવશે. વધુમાં વાઘાણીએ જણાવ્યું હતું કે,  કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કોરોના વાયરસ મહામારીને પહોચી વળવા માટે શ્રેણીબદ્ધ પગલાં લઇ રહી છે અને આ મહામારીને પરાસ્ત કરવા  રાજ્યની જનતાએ સરકારને સંપૂર્ણ સા અને સહકાર આપ્યો છે તેનો મને આનંદ છે. કોરોના મહામારીના આ સંકટના સમયમાં ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી સહાય પહોંચાડી સેવાકાર્ય નું કામ અવિરત પણે ચાલુ છે. આ સેવાકાર્ય અંતર્ગત અત્યાર સુધીમાં સવા કરોડ ફૂડ પેકેટ તેમજ ૧૮ લાખ જેટલી રાશનકીટનું વિતરણ, ૫૪ લાખ થી વધુ ફેસ કવર/માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાત લાખ કર્યાકર્તાઓએ પીએમ ફંડમાં ૧૬ કરોડી પણ વધુની રાશી જમા કરાવી છે અને સાત લાખી વધુએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી છે ત્યારે આગામી ૧ થી ૧૦ મે દરમિયાન પણ ઉપયુક્ત સેવાઓ સહિત ઉકાળો અને હોમિયોપેીક દવાનું વિતરણ કરવામાં આવશે. તારીખ ૧ થી ૧૦ મે દરમિયાન સેવા કાર્યોમાં કાર્યકર્તાઓની સો બોર્ડ નિગમના ચેરમેન  વાઇસ  ચેરમેન, મહાનગરપાલિકા- નગરપાલિકાના સભ્ય તથા પાર્ટીના પદાધિકારીશ્રીઓએ પણ જોડાશે અને વિવિધ રાહત સામગ્રીનું વિતરણ કરી નાગરિકોને સામાજિક અંતર જાળવવા, ફરજિયાત ફેસ માસ્ક પહેરવા,  આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા, પીએમ ફંડ અને મુખ્યમંત્રી રાહત કોષમાં  ફાળો આપવા માટે પ્રેરિત કરશે.

૬૦ વર્ષમા ગુજરાત અવ્વલ નંબરે પહોંચ્યું: ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ

Govind Patell

દ્વી ભાષી રાજયમાંથી ગુજરાત લાંબી લડત બાદ છુટું પડયું તે દિવસ એટલે ૧મે ૧૯૫૦ આ દિવસની તમામ ગુજરાતીઓને ધારાસભ્ય ગોંવિદભાઇ પટેલે શુભેચ્છા પાઠવી છે. ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયાને આજે ૬૦ વર્ષ જેવો સમય ગાળો પસાર થયો છે જયારે છુટું પડયું ત્યારે ગુજરાતનો વહીવટ કેમ ચાલશે તેની ચિંતા સૌ સમતા હતા કારણ ઉઘોગ ધંધા જે હતા તે મુંબઇમાં હતા પરંતુ ગુજરાતીઓએ અને ગુજરાતની નેતાગીરીએ આ ૬૦ વર્ષના ગાળામાં પોતાનું હીર બતાવીને ગુજરાતને અવલ્લ નંબરે પહોચાડયું છે તેનો આનંદ છે અને ગુજરાતના વિકાસમાં જેમનો હિસ્સો છે તેમને પણ નમસ્તકે વંદના સાથે ધારાસભ્યએ અભિનંદન પાઠવ્યા છે.

મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત રોલમોડલ બનતું હોવાનું ગૌરવ: કમલેશ મિરાણી

Kamlesh Mirani02

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે શહેરીજનોને ૬૧ માં ગુજરાત સપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે  ૧ લી મે,  ૧૯૬૦ના દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાત નું વિભાજન યુ હતું અને ૬૦ વર્ષ્ા પૂર્ણ કરી ૬૧ માં વર્ષમાં પ્રવેશેલુ ગુજરાત આજે દેશના વિકાસનું એન્જીન  સાબીત થઈ રહયુ છે  અને સમગ્ર વિશ્ર્વમાં ગુજરાતનું વિકાસ મોડેલ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો દેશ-વિદેશમાં વેપાર માટે  પ્રખ્યાત છે. ગુજરાતી પ્રજા સાહસિક પણ એટલી જ છે. માત્ર ભારતના ખુણે-ખુણે નહી પરંતુ વિશ્ર્વના દરેક દેશમાં ગુજરાતીઓ જઈને વસ્યા છે. એટલે જ કહેવાય છે કે,  તમે વિશ્ર્વમાં ગમે ત્યા જાવ,  ત્યા તમને ગુજરાતી જરૂર મળી રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતના પોરબંદરના વતની હતા, આઝાદી પછી દેશી રજવાડાઓનો ગુજરાતમાં વિલય કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતના હતા. અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વડાપ્રધાન બનતા પહેલા પણ તેઓ સતત ત્રણ કાર્યકાળ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અને વિશ્ર્વભરમાં ગુજરાતને ગૌરવ અપાવ્યુ છે અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ગુજરાતના હોવાથી આજે ગુજરાતવાસીઓ ગૌરવ લઈ રહયા છે ત્યારે  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતના વિકાસને આગળ ધપાવી રહયા છે અને ગુજરાત માટે આપેલા યોગદાન અને બલિદાનોને ર્સાક કરી રહયા છે. માત્ર સમસ્યા નહી, સમાધાનની સમજણને કેળવીએ, એકલી વેદના નહી, સેવા સોની સંવેદના પ્રગટાવીએ, વેરઝેર નહી, પ્રેમ-શાંતિ ફેલાવીએ, ગુજરાતના ગૌરવને વધારીએ તેમ અંતમાં જણાવ્યુ છે.

ગુજરાત સ્થાપના દિનની શુભકામના સાથે એપીએલ પરિવારોને વિનામુલ્યે અનાજ આપવાના નિર્ણયને આવકારતા પદાધિકારીઓ

Padadhikari Photos

આજરોજ ગુજરાત રાજ્યના ૬૦માં સ્થાપના દિનની શુભકામના સાથે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ મુખ્યમંત્રીના નિર્ણયને આવકાર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એપીએલ પરિવારોને ફરીવાર વિનામુલ્યે અનાજ તેમજ માં અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડના લાભાર્થીઓને અન્ય સર્જરી પહેલા વિનામુલ્યે કોરોના ટેસ્ટ કરી આપવાના નિર્ણયને આવકાર્યો છે. મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમારની યાદીમાં જણાવે છે કે, આજ ૧લી મે રાજ્યના ૬૧માં સ્થાપનાદિને રાજકોટવાસીઓને શુભકામના પાઠવવાની સાથે હાલમાં ચાલી રહેલ કોરોના વાઇરસ સામેના જંગમાં સૌ સાથે મળીને નિયમ પાલન શિસ્ત બધ્ધતા અને વહીવટી તંત્રને સહયોગ સાથે હેમખેમ બહાર આવીએ તેવી અપીલ કરી છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વાઇરસ મહામારી અને સમગ્ર દેશમાં રહેલ લોકડાઉનના અનુસંધાને લોકોને સ્પર્શતા અનેક નિર્ણયો કરેલ છે. તેમજ કોરોના વાઇરસને મહાત કરવા સતત કાર્યશીલ રહેલ છે. આજરોજ રાજ્યના સ્થાપનાદિન પ્રસંગે પણ રાજ્યના એ.પી.એલ. રેશનકાર્ડ ધારક ૬૧ લાખ પરિવારોને વિનામુલ્યે અનાજ આપવાનું તેમજ માં મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ અને માં વાત્સલ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓને અન્ય સર્જરી કરાવવાની જરૂર પડે ત્યારે સર્જરી પહેલા હાલમાં કોરોના ટેસ્ટ કરવો જરૂરી છે. તેથી આવા લાભાર્થીઓને કોરોના ટેસ્ટ વિનામુલ્યે કરી આપવાનો નિર્ણય કરેલ છે. જે ગરીબ અને માધ્યમ પરિવારને આશીર્વાદરૂપ થશે તેમ અંતમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.