Abtak Media Google News

લેપટોપ અને ટીવી મળી રૂ.૧૦ હજારનો મુદામાલ કબ્જે

ઢેબર રોડ પર અટીકા સાઉથમાં આવેલી કૌશલ્ય સ્ટીલ નામની ઓફિસમાંથી ગત ૨૨મીના રોજ થયેલી લેપટોપ અને ટીવીની ચોરીના ગુનામાં ભકિતનગર પોલીસે માલવીયા ફાટક પાસેથી ત્રણ તસ્કરોને ઝડપી રૂા.૧૦ હજારનો મુદામાલ કબજે કરી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ પર પ્રગતિ સોસાયટીમાં રહેતા અને અટીકા સાઉથ ઢેબર રોડ પર કૌશલ્ય સ્ટીલ નામની ઓફિસ ધરાવતા મનોજભાઈ નટવરલાલ કારીયાએ ભકિતનગર પોલીસ મથકમાં પોતાની ઓફિસમાંથી રૂા.૮૦૦૦ની કિંમતનું લેપટોપ અને રૂા.૨૦૦૦ની કિંમતનું ટીવી ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. ભકિતનગર પોલીસે ફરિયાદ પરથી એ.એસ.આઈ જયુભા પરમાર સહિતના સ્ટાફે માલવીયા ફાટક પાસેથી રણછોડ કિશન લોલારીયા, કિશન રતી રાઠોડ અને હમીર ઉર્ફે કઠરો રામા રાઠોડને લેપટોપ અને ટીવી મળી રૂા.૧૦ હજારના મુદામાલ સાથે ત્રણેયને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓએ આર્થિક લાભ મેળવવા માટે ચોરી કર્યાની કબુલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.