મેદસ્વિતાએ માઝા મૂકી; છેલ્લા પાંચ જ વર્ષમાં ૫ વર્ષથી નાના બાળકોમાં મેદસ્વિતાનું ભયંકર પ્રમાણ!!

“છોટા ભીમ” કે “મદનીયા ??

વર્ષ ૨૦૧૫થી ૨૦૨૦ સુધીના ગાળામાં બાળકોમાં મેદસ્વિતા બે ગણી વધી!!

શારીરિક કસરતો અને સ્વાસ્થ્યવર્ધક ફૂડ આરોગવાના અભાવથી બાળકોના “હેલ્થ” પર મોટું જોખમ

છોટાભીમ કે મદનીયા ??… આજના આધુનિક યુગમાં ઈલેકટ્રોનિક ઉપકરણો અને ડિજીટલ સેવાઓનો ઉપયોગ ખૂબ વધતાં મોટાભાગની તમામ સેવાઓ ઘેરબેઠાં જ મળતી થઈ છે પરંતુ આનાથી આજનું માનવ જીવન બેઠાળું થઈ જતાં સ્વાસ્થ્યને મોટી હાની પહોંચી રહી છે. જેનાથી બાળકો પણ બાકાત રહ્યાં નથી. નેશનલ ફેમીલી હેલ્થ સર્વે દ્વારા જારી કરાયેલા તાજેતરના એક રીપોર્ટમાં જાણવા મળ્યું છે કે, બાળકોમાં મેદસ્વિતાએ માઝા મુકી છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં પાંચ વર્ષથી નાની વયના બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ ભયંકર રીતે વધ્યું છે. લગભગ બે ગણું થઈ ગયું છે જે બાળકોના સારા સ્વાસ્થ્ય માટે જોખમરૂમ છે. વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ના સમયગાળામાં મેદસ્વિતા બે ગણી વધી છે. પાછળનું કારણ નેશનલ ફેમીલી હેલ્થ સર્વેમાં શારીરિક કસરતોનો અભાવ તો બહારના જંક ફૂડ આરોગવાનું પ્રમાણ વધ્યું તે છે. એનએફએચએસ-૫ના અહેવાલ મુજબ શહેરી વિસ્તારોમાં બાળકોની મેદસ્વિતાનું પ્રમાણ ગ્રામ્ય વિસ્તારના બાળકોની સરખામણીએ વધુ છે જે ક્રમશ: ૪.૬ અને ૩.૫ ટકા છે. એનએફએચએસના એક્ઝિક્યુટીવ બોર્ડ મેમ્બર ચેતન ત્રિવેદીએ આ અંગે ચિંતા વ્યકત કરતાં કહ્યું કે, બાળકોમાં મેદસ્વિતાનું વધતું જતું પ્રમાણ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ આડઅસર ઉપજાવે છે. આને રોકવા શારીરિક વ્યાયામ અને બહારના જંક ફૂડને ટાળી સ્વાસ્થ્યધર્વક ખોરાક લેવાની બાળકોમાં ટેવ પડાવવી જોઈએ. આ માટે ખાસ માતા-પિતાએ સજાગ થવું જોઈએ.

Loading...