Abtak Media Google News

ભારતએ રવિવારે વિદર્ભ ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની પાંચમાં અને છેલ્લા વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને સાત વિકેટથી હરાવી આ સાથે સાથે ભારતએ સીરિઝ પર 4-1 થી કબજો જમાવ્યો ઓસ્ટ્રેલિયા સામે ભારતને 243 રનની સરળ લક્ષ્યાંક હતો, જેમાં રોહિત શર્મા (125), અજીક્ય રહાને (61) અને કપ્તાન વિરાટ કોહલી (39) ની શ્રેષ્ઠ પારીના દમ પર 42.5 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ખોયા હતા. . આ સાથે ભારતએ આઇસીસી રેન્કિંગમાં નંબર વનની ખુરશી પર કબજો જમાવ્યો.

પહેલાં, ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી. ટીમ એક વાર ફરી સારો શરૂઆતનો લાભ ન ઉઠાવી શકી અને ભારતીય બોલરોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને તેને 50 ઓવરમાં નવ વિકેટ પર 242 રનનો મર્યાદિત સ્કોર સાથે પારી ને સમાપ્ત કરી. મહેમાન ટીમ બાજુથી ડેવિડ વાર્નર કુલ 62 બોલમાં પાંચ ચોક્કાઓની મદદથી 53 રન કર્યા અને ટ્રેવિસ હેડ 42 અને માર્કસ સ્ટોઈનીસે 46 રનની પારી રમ્યો હતો. ભારત માટે અક્ષર પટેલ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી અને પટેલની સિવાય જસપ્રીત બુમરાહે બે વિકેટ ઝડપી કેદાર જાધવ, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમાર ને એક એક વિકેટ મળી.

ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાને હરાવીને નંબર વન બની સાથે પાંચ મેચોની સીરીઝમાં 4-1થી વિજય મેળવ્યો છે. અત્યાર સુધીની કોઈ પણ ભારતીય ટીમ વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા પર 4-1થી વિજય મેળવી નથી શકી. આ સીરિઝ પહેલાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 વખત પાંચ કે તેથી વધુ મેચોની શ્રેણી રમાય ગઈ છે. આમાંથી ભારત તરફથી બે વખત કંગરુ ટીમને 3-2 થી હરાવી છે. અને આ સીરીઝ માં ભારતીય ટીમ છેલ્લો વનડે જીતિ પ્રથમવાર ઓસ્ટ્રેલિયાને શ્રેણીમાં 4-1થી હરાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.