Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટી.વાય બી.કોમ અને આવનારા પરીણામોની યોગ્ય ચકાસણી કરવા કુલપતિને આવેદન

એ ગ્રેડ કહેવાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સી ગ્રેડ જેવા નીચા પરીણામો આવી રહ્યા છે જેને લઈને ઈન્ડિયા યુથ કોંગ્રેસમાં ભારે રોષ ફેલાયો છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે કોર્ષના પરીણામો આવ્યા છે તે ખુબ જ નબળા આવ્યા છે તેમાં યોગ્ય તપાસ કરવા યુથ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે જેને લઈને આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુદા-જુદા કોર્ષના પરીણામો આવ્યા છે તે ખુબ જ નબળા આવ્યા હોય અને તેમાં યોગ્ય તપાસ થાય તેમજ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે ખુબ જ જરૂરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ.ના વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે તેવી યુથ કોંગ્રેસે માંગ કરી છે. કોમર્સ ફેકલ્ટીમાં કોન સંચાલન કરે છે અને તેની યોગ્ય તપાસ કરવામાં આવે તેમજ આટલું નીચું પરીણામ શા કારણે આવે છે તેની પણ કાયદેસરની તપાસ થાય તેવી માંગ કરી છે.

દિવસેને દિવસે બેરોજગારોનું પ્રમાણ વધતું જાય છે ત્યારે ગુજરાતમાં શિક્ષણનું સ્તર પણ ઘટી રહ્યું છે. યુથ કોંગ્રેસ દ્વારા કાર્યકારી કુલપતિને આવેદનપત્ર પાઠવી પરીણામની બીજી વખત યોગ્ય તપાસ કરવામાં આવે અથવા તો બીજી વખત પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ પણ યોગ્ય રીતે ચાલે છે કે કેમ ? તેની પણ ચકાસણી કરવામાં આવે. તાજેતરમાં યુનિવર્સિટીમાં કૌભાંડો બહાર આવ્યા છે તેમજ યુનિવર્સિટી પણ કૌભાંડમાંથી મુકત થાય અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે માટે આજે યુથ કોંગ્રેસે આવેદન પાઠવ્યું હતું.

આ આવેદનમાં રાજકોટ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ મુકુદ ટાંક, પૂર્વ ગુજરાત એનએસયુઆઈ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ, ભરતસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, ઋતુરાજસિંહ રાણા સહિતના એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના હોદેદારો હાજર રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.