Abtak Media Google News

મિત્રો તમે ઘરે ચા કે દૂધ સાથે નાસ્તો કરવા માટે અવારનવાર ઢેબરાં તો બનાવ્યા હશે. અને એમાંય મેથીનાં થેપલાં તેમજ દૂધીનાં થેપલાં તો તમે ખાધા પણ હશે. પરંતુ શું તમે ક્યારેય ફરાળી કાકડીનાં થેપલાં ખાધા છે. તો અમે આજે તમને શીખવીશું ઉપવાસ માટેની ખાસ ફરાળી વાનગી કાકડીનાં થેપલાં.

કાકડીનાં થેપલાં બનાવવા માટેની સામગ્રીઃ
એક નાનો બાઉલ
પલાળેલા સાબુદાણા
1/2 બાઉલ સીંગદાણાનો ક્રશ કરેલ ભૂકો
1 બાઉલ કાકડીનું છીણ(નિતારેલું પાણી)
2 લીલા મરચાં
ખાંડ
મીઠું અને જીરું (લગભગ અંદાજે)
વરિયાળી બિલકુલ ચપટી જ
1 ચમચી ઘી
સમારેલા ધાણા

કાકડીનાં થેપલાં બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ તમે સાબુદાણા લો. પછી તમે સાબુદાણાને પલાળો અતવા તો પલાળેલા સાબુદાણા લેશો તો પણ ચાલશે. પછી આ પલાળેલા સાબુદાણામાં ઘી નાખી તેમાં બાંધી સામગ્રી નાખી દો. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાંખી દો. પછી હાથમાં ઘી લગાવી તેને બરાબર થાપો અને ગોળ થેપલાંનાં આકારમાં થેપલાં તૈયાર કરો. પછી મીડિયમ ગેસ પર થેપલાંને તમે શેકો અને તેનાં ઉપર તમે ઘી લગાવી દો. પછી ગરમા-ગરમ ફરાળી થેપલાં તૈયાર થઇ ગયા બાદ દહીં અને ધાણા-મરચાની ચટણી સાથે તેને એક ડીશમાં સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.