Abtak Media Google News

ઈન્ડિયન એર સ્પેસમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ હતો

હવે પ્લેનમાં ઈન્ટરનેટ ઉપયોગ થઈ શકશે ઓગષ્ટના અંત સુધીમાં કેન્દ્ર વિમાન કંપનીઓને આ અંગેની મંજૂરી આપી દેશે અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સિવિલ એવિએશનના ડાયરેકટર જનરલ લલિત ગુપ્તાએ જણાવ્યું કે ટેલીકોમ ડીપાર્ટમેન્ટની મંજૂરીની અમે રાહ જોઈ રહ્યા છીએ ઓગષ્ટના અંત સુધીમાં અમને પરમિશન મળી જશે.

આંતરરાષ્ટ્રીય એરલાઈનો ઉડ્ડયન મંત્રાલય સાથે ચર્ચા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષા મામલે ફલાઈટમાં અત્યારે ઈન્ટરનેટનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. તેમણે ભારતીય એર સ્પેશમાં વાઈ-ફાઈ સ્વિચ ઓફ કરવું પડશે. જો કે ભારતીય એરલાઈનો જેમકે જેટ એરવેઝ અને સ્પાઈસજેટ પણ વાઈફાય યુકત બોઈંગ ૭૩૭ મેકસ ઉડાવશે જેમાં ૨૦૧૫ સુધીમાં આ સુવિધા મળી જશે

અત્યારે ઈન્ડીયન ફલાઈટોમાં નોન ઈન્ટરનેટ વાઈફાય એકિટવ હોય છે. જેમાં પ્રી લોડેડ લાઈબ્રેરીનો ઉપયોગ થઈ શકે છે. અત્યારે એરફ્રાન્સ, લુફથાસા, બ્રિટીશ એરવેઝ, સીંગાપોર એરલાઈન્સ, એર એમિરેત્સ અને એર એતિહાદ સહિતની કંપનીઓનાં વિમાનમાં પેસેન્જરો ઈ-મેલ, સોશીયલ મીડિઆ વિગેરેથી કનેકટ થઈ શકે છે.

આ સિવાય ભારતીય કંપનીઓનાં વિમાનમાં ઓગષ્ટમાં આ સુવિધા શ‚ થશે.આધુનીક વિમાનો ઘણી બધી સુવિધાઓથી સજજ હોય છે. તેમાં વીડીયો ગેમ્સ, મુવીઝ, મ્યુઝીક વિગેરે સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. સુરક્ષા મામલે ફલાઈટોમાં વાયફાય યુકત ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.