હવે રાજકોટથી મુંબઈ વચ્ચે દરરોજ ફલાઈટની સેવા મળશે

અત્યાર સુધી સ્પાઇસ જેટ દ્વારા અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઇટ સેવા પુરી પાડવામાં આવતી હતી  : મુસાફરોની સંખ્યા વધતા લેવાયો નિર્ણય

હવે રાજકોટથી મુંબઈ વચ્ચે દરરોજ ફ્લાઈટની સેવા પૂરી પાડવાનો સ્પાઇસ જેટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ સ્પાઇસ જેટ દ્વારા અઠવાડિયામાં ત્રણ દિવસ જ રાજકોટ- મુંબઇ વચ્ચે ફ્લાઇટ ચલાવવામાં આવતી હતી. જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટથી મુંબઇ વચ્ચે હાલ સુધી અઠવાડિયામાં ત્રણ ફ્લાઇટ સ્પાઇસ જેટ દ્વારા ચલાવવામાં આવતી હતી. પરંતુ મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાતા સ્પાઇસ જેટ દ્વારા આગામી તા.૨૫ ઓક્ટોબરથી દરરોજ ફ્લાઇટ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે દરરોજ સવારે ૮ વાગ્યે રાજકોટથી મુંબઈ વચ્ચે ફ્લાઇટ ચાલુ થશે. જેના કારણે મુસાફરોને ઘણી સરળતા રહેશે.

Loading...