Abtak Media Google News

એનસીઈઆરટીના પુસ્તકો, સ્ટેશનરી અને અન્ય ચીજવસ્તુઓ માટે ૨૫ ઓગસ્ટના રોજ પરિપત્ર બહાર

એપ્રિલ માસમાં આવેલ ઓર્ડરથી વિરુઘ્ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સીબીએસઈ)ને હવે શાળાઓમાં સ્ટેશનરી અને અન્ય વિદ્યાર્થીઓ માટેની ચીજવસ્તુઓ શાળાના પ્રાંગણમાં જ દુકાન ખોલીને વેચવાની છુટ મળી છે. આ બાબતનો પરિપત્ર ગત શુક્રવારે તમામ મોટી શાળાઓને મળ્યો હતો. જેમાં એનસીઈઆરટીની આ દુકાનો ખોલવાની છુટ આપવામાં આવી છે.

ગત એપ્રિલમાં બોર્ડ દ્વારા શાળાઓમાં પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ, સ્કુલબેગ વગેરેના વેચાણ શાળાઓ દ્વારા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનો પરિપત્ર શાળાઓને મોકલવામાં આવ્યો હતો. ત્યારે નવો પરિપત્ર ૨૫ ઓગસ્ટે સીબીએસઈના અભ્યાસક્રમો ચલાવતી શાળાઓમાં એનસીઈઆરટીના પુસ્તકો વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને શાળામાં જ ખરીદી માટે ઉપલબ્ધ કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. આ પરિપત્ર વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં શાળાઓને તેમની જ‚રિયાત મુજબના પુસ્તકોની માંગ પણ ૨૦૧૮-૧૯માં એનસીઈઆરટીના ઓનલાઈન પોર્ટલમાં જણાવવામાં આવ્યું હતું જે તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી છે. તેમજ આ પરિપત્રમાં વધારાની ચીજવસ્તુઓ અને સ્ટેશનરી પણ દુકાન ખોલી વેંચવાની છુટ આપવામાં આવી હતી. જયારે અન્ય ચીજ વસ્તુઓમાં કઈ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.