Abtak Media Google News

તમારા ડેસ્ટીનેશનમાં થયેલા એક્સિડન્ટ, વાહનની સ્પીડ સહિતની વિગતો માટે નેવીગેશન એપ ગુગલ મેપમાં ફિચર્સ ઉમેરાયા

ગુગલની નેવીગેશન સર્વિસ ગુગલ મેપ દ્વારા લોકો અજાણ્યા શહેર કે વિસ્તારમાં પણ સરનામુ શોધવામાં મદદરૂપ બને છે. ગુગલ મેપ દ્વારા એચડી મેપીંગ સર્વિસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે તમારા ડેસ્ટીનેશનની તમામ વિગતો સમય અને નેવીગેશન જીપીએસ જેવી સર્વિસે લોકોના દિલ જીત્યા ત્યારે આ ગુગલ મેપની સર્વિસને વધુ મજબૂત બનાવવા તેમાં અકસ્માત સહિતના રોડ બ્લોક અંગે દિશા નિર્દેશ કરતા ફિચરો ઉમેરવામાં આવ્યા છે.

તાજેતરમાં જ ગુગલ મેપે એક ફિચર ઉમેર્યો છે જે અકસ્માત અને સ્પીડ નોંધણી અંગે તમામ રેકોર્ડ રાખશે. તમારા ડેસ્ટીનેશનમાં આવતા રોડ બ્લોક જેમ કે, ટ્રાફિકજામ, અકસ્માત કોઈ દુર્ઘટના જેવી તમામ માહિતી તમને અગાઉથી જ આપી દેશે તેથી તમે રોડ બ્લોકને કારણે વધુ હેરાન ન થાવ અને અન્ય વિકલ્પો અને રસ્તાનો ઉપયોગ કરી શકાય. હાલ આ ફિચર માત્ર એન્ડ્રોઈડ ફોન ઉપર ગુગલ મેપના વપરાશકર્તાઓ માટે લાગુ કરવામાં આવ્યું છે ત્યારબાદ ભવિષ્યમાં આઈઓએસ અને આઈફન યુઝરો માટે પણ આ ફિચર ઉપયોગ કરાશે.

જેવી રીતે જીપીએસ નેવીગેશન સોફટવેર ઉપર લોકો અકસ્માતોની સ્પીડ અંગે પણ માહિતી મેળવી શકે તેવી જ રીતે ગુગલ મેપ ઉપર પણ રિપોર્ટ ઓપશન આપવામાં આવશે જેને અપવર્ડ એરો પ્રેશ કરવાથી સ્ક્રીન ઉપર નેવીગેશનની તમામ વિગતો દર્શાશે. એક વખત રિપોર્ટ ઓપશન પર કલીક કર્યા બાદ ગુગલ તમને તમારા ડેસ્ટીનેશનમાં થયેલ અકસ્માત અંગેની વિગત, વાહનની ગતિ જેવી તમામ માહિતી મોબાઈલની સ્ક્રીન ઉપર આપી દેશે.

ગુગલ મેપે નોંધ્યું કે લોકો મેપ ઉપર ડેસ્ટીનેશન શોધતી વખતે કેટલીક મુશ્કેલીનો સામનો કરે છે ઘણી વખત રસ્તામાં આવતી અડચણો, રોડ બ્લોક જેવી સમસ્યાઓ અંગે રિપોર્ટ કરતા હતા. ત્યારે નવા ફિચર્સથી ગુગલ મેમ ઉપરનું નેવીગેશન સરળ બનશે. માત્ર અકસ્માતો અને સ્પીડ નહીં પરંતુ રસ્તામાં આવતી અડચણો અને આપદાઓ અંગે પણ સુચનાઓ આપવામાં આવશે. જો કે, ઔપચારિક રીતે ગુગલે આ નવા ફિચર્સની જાહેરાત કરી નથી પરંતુ એન્ડ્રોઈડ ડિવાઈસ નવી દિલ્હી ખાતેથી આ વાતની પુસ્ટી કરવામાં આવી હતી કે, નવુ ફિચર્સ વૈશ્વિક લેવલે ગુગલ મેપ યુઝરોને મદદરૂપ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.