ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોમાં હવે લાયસન્‍સના ફોર્મ ઓનલાઇન ફી ચુકવી ભરી શકાશે

36

ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોમાં હવે લાયસન્‍સના ફોર્મ ઓનલાઇન ફી ચુકવી ભરી શકાશે : એજન્‍ટોની મનમાનીને બ્રેક લાગી જશે.

રાજ્યભરની ગ્રામ પંચાયતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટેની ઓનલાઇન અજી કરવાની સુવિધા 1 ઓગષ્ટથસી શરૂ થઇ રહી છે. માત્ર રૂ. 20નો ચાર્જ પંચાયતમાં ભરીને જે તે વ્યક્તિ RTOમાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાં ઓનલાઇન અપોઇન્ટમેન્ટ માટે અરજી કરી શકશે.

શહેરમાં અને મહાનગરપાલિકામાં આ માટે સેવા કેન્દ્ર હોવાથી ત્યાં નાગરિકોને સુવિધા મળી રહે છે પણ અંતરિયાળ ગામડાઓમાં રહેતા લોકો આસપાસનાં મોટા ગામમાં અરજી માટે ધક્કા ખાતા હોય છે. ત્યારે હવે આવામાં ફોર્મ ભરાવવા માટે ધક્કા નહીં ખાવા પડે. અરજદારો ગ્રામ પંચાયતની ઓફિસમાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અપોઇન્ટમેન્ટ લઇ શકશે.

જે દિવસે અપોઇન્ટમેન્ટ લીધી હશે તે જ દિવસે તેમને સીધુ RTOમાં જવાનું રહેશે. ગ્રામ પંચાયતનો કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારી એક અરજદાર પાસેથી આ માટે 20 રૂપિયા ચાર્જ વસુલી શકશે. આ પહેલાં એજન્ટો મનવાફે તેમ રૂપિયા પડાવતા હોવાથી સરકારે આ નવો રસ્તો અપનાવ્યો છે.

Loading...