Abtak Media Google News

ડાયનેમીક આઇપી એડ્રેસના સહારે ૪૮ કલાકમાં જ આરોપીની ધરપકડ કરાઇ

સોશિયલ મીડિયાના જમમાનામાં અજાણ્યા ઓનલાઇન મિત્રો બનતા હોય છે. ઘણી વખત અમુક લોકો સોશિયલ મીડિયાના માઘ્યમથી હેરાનગતી કરતા હોય છે. માટે હવે ઓનલાઇન ધમકી કે જાતિય સતામણી કરનારાઓ પર પણ સરકારની બાજ નજર રહેશે. કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચર્તુવેદીની પુત્રી પર અજાણ્યા શખ્સ દ્વારા બળાત્કારની ધમકી આપવામાં આવી હતી. જેમાં અમદાવાદના ૩૬ વર્ષિય ગીરીશ મશેશ્ર્વરીની ધરપકડ કરવામાં આવી છે.

પ્રિયંકાની પુત્રીને ટ્વીટર પર એલફેલ ટ્રોલ કરવા અંગે પોલીસે ગીરીશને હિરાસતમાં લીધો છે. મુળ રાજસ્થાની ૩૬ વર્ષિય ગીરીશ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના બંગલામાં ૭ વર્ષથી રહેતો હતો. જે ફુડ એગ્રો કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો, જેને સ્વામીનારાયણ મંદિર નજીક ગ્રોસરી શોપ પણ છે, જે તેનો ભાઇ ચલાવે છે. તેના ફેસબુક એકાઉન્ટ પર લખ્યુ છે કે તે ભાજપના કાર્યકર છે. પરંતુ પાર્ટી તરફથી કોઇ પ્રકારની સ્પષ્ટતા મળી નથી. ગૃહમંત્રીના આદેશની ૪૮ કલાકમાં જ ગોરગાંઉ પોલીસ સ્ટેશન ખાતે પોકસો અંગે ઓનલાઇન ટ્રોલ કરવા માટેનો ગુનો મહેશ્ર્વરી ખીલાફ નોંધાયો હતો.પોલીસે મહેશ્ર્વરીના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરના માઘ્યમથી તેને ટ્રેક કર્યો, તેની ધરપકડ મુંબઇથી કરવામાં આવી હતી. મહેશ્ર્વરીના ૧૦ જુલાઇના રોજ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવશે. આવુ પ્રથમ વખત બન્યુ હતું કે પોકસો અંતર્ગત ઓનલાઇન છેડતી કરનારને તમાચો મારવામાં આવ્યો હોય. ધરપકડ બાદ પ્રિયંકાએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આ પ્રકારે કાર્યવાહી કરવાથી ઓનલાઇન છેતરપિંડી કરનારાઓને ખૌફ થશે અને બીજી વખત આવા લોકો સોશિયલ મીડિયા જેવા ઉપયોગી સાધનોનો ગેરઉપયોગ નહીં કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.