Abtak Media Google News

સરકારે અગાઉ ડિજીટલ સિસ્ટમ અપનાવી સીલ્વર અને ગોલ્ડન નંબર જ ઓનલાઈન કર્યા હતા પરંતુ હવે આ સીવાયના પણ નંબર ઓનલાઈન પેમેન્ટી ૩૦ દિવસમાં જ ગ્રાહકોે મેળવી શકશે

ગુજરાત સરકારે રાજયની તમામ આરટીઓ કચેરીને સીંગલ વિન્ડો સીસ્ટમ અપનાવી ડિજીટલ અને આધુનિક બનાવ્યા બાદ મહદઅંશે ભ્રષ્ટાચાર અંકુશમાં આવ્યો છે અને આરટીઓ ખાતે કામકાજ ર્એ આવતા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનું અટકયું છે. સરકાર દ્વારા ડિજીટલ સીસ્ટમને વધુ વેગ આપી અગાઉ તમામ આરટીઓ કચેરી ખાતે પસંદગીના નંબરોની હરરાજી ઓનલાઈન કરી દેવાઈ હતી. જેમાં સરકાર દ્વારા સીલ્વર અને ગોલ્ડન નંબરને ઓનલાઈન પેમેન્ટ દ્વારા અરજદારોને ફાળવવામાં આવતા હતા. જયારે આ નંબરોમાં બાકી રહી જાય તો ફરીવાર ઈ-ટેન્ડરીંગ દ્વારા ઓનલાઈન હરરાજી કરવામાં આવતી હોવાની સીસ્ટમ રાજયની તમામ આરટીઓમાં કાર્યરત છે.

હાલ રાજયની આરટીઓમાં સીલ્વર, ગોલ્ડન પસંદગીના નંબર સીવાયના અન્ય નંબરો માટે અરજદારોએ રૂબરૂ આરટીઓ કચેરી ખાતે જઈ પોતાની પસંદગીનો નંબર રજિસ્ટરમાં ચેક કરી બાદમાં જે નંબર પસંદ હોય તે હેડ કલાર્કની મંજૂરીથી ફોર્મમાં સીકકો મારી ફાળવણી કર્યા બાદ તેનું રોકડુ પેમેન્ટ ચૂકવણુ કરી આ નંબર મેળવી શકતા હતા. સરકાર દ્વારા આ પધ્ધતિને પણ હવે ડિજીટલ કરી દેવામાં આવી છે.

હાલ સીલ્વર, ગોલ્ડન જ નંબર ઓનલાઈન હરરાજીી મળી શકતા હતા પરંતુ હવેથી રાજય સરકારે નિર્ણય કર્યો છે કે, પસંદગીના તમામ નંબરો અરજદારોએ ઓનલાઈન મેળવવાના રહેશે અને તેનું પેમેન્ટ પણ ઓનલાઈન ક્રેડીટકાર્ડ, ડેબીટ કાર્ડી ચૂકવવાનું રહેશે. આ સીસ્ટમી સીલ્વર, ગોલ્ડન પસંદગીના નંબર સીવાયના અન્ય નંબર મેળવનાર અરજદારે ઓનલાઈન આરટીઓની વેબસાઈટ પર પસંદગીના નંબરનું ઓપશન સીલેકટ કરી પોતાના નવા વાહનના અરજી ફોર્મ નં.(નવા વાહનોના ટેકસ અને અન્ય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ) નાખીને પોતે ઓનલાઈન લોગઈન કરી શકશે અને ત્યારબાદ તેની સ્ક્રીન પર સીલ્વર, ગોલ્ડન સીવાયના પસંદગીના બાકી રહેલા નંબરો જોવા મળી શકશે.

આ નંબરોમાંથી અરજદારે પોતાનો નંબર પસંદગી કરવાનો રહેશે અને ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ ફોર્મ પોતે અવા પોતાના માણસ દ્વારા આરટીઓ ખાતે સબમીટ કરવાનું રહેશે.આરટીઓ ખાતે પસંદગીના તમામ નંબરો સરકાર દ્વારા ઓનલાઈન કરી દેવાયા હોય જેી ભ્રષ્ટાચાર તો અંકુશમાં આવશે જ સો સો અરજદારોને આરટીઓના ધકકા ખાવામાંથી પણ મુક્તિ મળશે અને અરજદારોને તી મુશ્કેલીઓ પણ ઓછી ઈ જશે.

મોટરકાર સિરીઝ જીજે૦૩એલબીમાં બાકી ગોલ્ડન-સીલવર નંબરોનું ઈ-ઓકશન

રાજકોટ આરટીઓમાં અગાઉ મોટર કાર માટે શરૂ યેલી સીરીઝ જીજે૦૩એલબીમાં બાકી રહેલા ગોલ્ડન-સીલવર નંબરોનું ઈ-ઓકશન શરૂ કરવામાં આવ્યું છે. બાકી રહેલા નંબરોની યાદી આરટીઓ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેનું લીસ્ટ આરટીઓની બહાર ગેટ પર લગાવવામાં આવેલ છે. જે લોકોએ કાર માટે ગોલ્ડન અને સીલવર નંબરના ભાગ લેવા ઈચ્છતા હોય તે લોકોએ પસંદગીના નંબર ચેક કરી ઓનલાઈન ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.