Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી સર્વિસીઝ દ્વારા તારીખ: ૩૧-૦૧-૨૦૧૭ થી તારીખ: ૦૨-૦૨-૨૦૧૮ દરમ્યાન શહેરની વિવિધ ઈમારતો જેવી કે હોસ્પિટલો, હાઈરાઈઝડ બિલ્ડીંગો, રેસ્ટોરન્ટ, સ્કૂલો, પાર્ટીપ્લોટો, હોટલ અને ગેસ્ટહાઉસ વિગેરેમાં અગ્નિશામક સાધનો છે કે કેમ ? અને જે છે તે કેટલા અંશે કાર્યરત છે તેની ચકાસણી કરવામાં આવી હતી. તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવેલ હતું.

શહેરની અલગ અલગ હોસ્પિટલો અને હાઈરાઈઝડ બિલ્ડીંગોમા ફાયર સિસ્ટમ અને સેફ્ટીના સાધનોનું સ્થળ પર તપાસ કરવામાં આવ્યું હતું. અલગ અલગ કુલ ૨૯૫ સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ફાયર સિસ્ટમ અને સેફ્ટીના સાધનો અપૂરતા હોય તેવા ૧૪૪ હોસ્પિટલો અને હાઈરાઈઝડ બિલ્ડીંગોને નોટીસ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.