Abtak Media Google News

નોટિસ મળતા જ ૮ કર્મચારીઓ હાજર થઇ ગયા: છ ને વોરન્ટ ઇશ્યુ

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની મહત્ત્વની કામગીરીમાં બેદરકારી દાખવનારા જામનગરના ૧૪ અધિકારી, કર્મચારી સામે વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા હતાં તેમાંથી આઠ તરત જ ફરજમાં હાજર થઈ ગયા હતાં જ્યારે અન્ય છ ને નોટીસ, વોરંટ ઈસ્યુ થયા છે.

મતદાર યાદી ખાસ સંક્ષિત સુધારણા ઝુંબેશ અન્વયે ગઈકાલે જામનગરના તમામ મતદાન મથકોમાં ખાસ ઝુબેશ કરવામાં આવી હતી. આ માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જે તે મતદાન મથકમાં સંબંધિત અધિકારી, કર્મચારીને ફરજ સોંપણી કરવામાં આવી હતી. દરમિયાન ફરજમાં હાજર નહીં રહેનારા જિલ્લામાં કુલ ૧૪ બેજવાબદારોને નોટીસ-વોરંટ ઈસ્યુ કરવામાં આવતા જ કેટલાક સીધા જ ફરજમાં હાજર થઈ ગયા હતાં.

કુલ ૧૪ ને વોરંટ નોટીસ આપવામાં આવ્યા હતાં તેમાંથી આઠ અધિકારી હાજર થઈ ગ યા હતાં જ્યારે છ અધિકારી-કર્મચારી ગેરહાજર રહેતા તેમની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મતદાર વિભાગમાં હર્ષિદાબેન સોનગરા, વિશાલ બાબરિયા તથા નિશિત ધ્રુવ વગેરે આઠ સામે વોરંટ ઈસ્યુ થયા હતાં તેમાંથી પાંચ સમયસર હાજર થઈ ગયા અને ૩ સીધા ફરજ સ્થળે હાજર રહ્યા હતાં.

ઉપરાંત ૭૮ જામનગર (ઉત્તર) વિધાનસભા વિસ્તારમાં નિલેષ બેચરભાઈ ટંકારિયા, સચિવ જયંતિલાલ ગોહિલ, મહેષગીરી ગૌસ્વામી, યોગેશ નરોત્તમભાઈ કટેશિયા, કેતનસિંહ અર્જુનસિંહ જાડેજા અને એસ.ટી. વિભાગના વહીવટી અધિકારી વી.એમ. દવે પણ ફરજમાં હાજર નહીં થતા તેમની સામે વોરંટ ઈસ્યુ થયા હતાં છતાં હાજર થયા નહતા.

૮૦-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાં ફરજમાં ગેરહાજર રહેનારા અલ્પાબેન મકવાણા, યુવરાજસિંહ જાડેજા અને મહાવિરસિંહ જાડેજા પણ ફરજમાં હાજર નહીં રહેતા તેમને નોટીસ આપવામાં આવી હતી.

આમ કુલ ૧૪ માંથી ૮ જવાબદારો તુરંત જ હાજર થઈ ગયા, પરંતુ ૬ અધિકારી હાજર નહીં રહેતા તેમને વોરંટ ઈસ્યુ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.