Abtak Media Google News

એસઓજી પોલીસની તપાસમાં ૧૫ બેંકોમાં ૨,૦૨૬ નકલી નોટો ઝડપાઈ : પોલીસે સીસીટીવી ફૂટેજો ચકાસીને નોટો ધાબડી દેનારા ઓની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી

દેશના કરચોરો અને કાળુધન સંગ્રહીને બેઠેલા તત્વોને દરમાંથી બહાર કાઢવા નરેન્દ્ર મોદી સરકારે કરેલી નોટબંધીથી અનેક કરચોરોના રૂપીયા ની પસ્તી થઈ જવા પામી હતી નોટબંધી કાળુ ધન અને બજારમાં ફરતી નકલી નોટો માટે મૃત્યુ ઘટવ ગાડના રીગણ વામાં આવી છે. પરંતુ નવી નોટો બજારમા આવ્યા બાદ હજુ કેટલીક નજીવી ટકાવારીમાં અર્થતંત્રમાં નકલી નોટો ફરતી હોવાની હકિકતને સમર્થન આપતી ઘટનામાં અમદાવાદ એસઓજી પોલીસે અલગ અલગ ૧૫ બેંકોમાંથી ૨૦૨૬ નોટો પકડી પાડી હતી.

7537D2F3 4

અમદાવાદ એસઓજી પોલીસ સ્ટાફે શનિવાર અલગઅલગ ૧૫ બેંકોમાંથી ૨૦૨૬ નકલી નોટો કે જેની કિંમત રૂ.૭,૭૬૩૨૦ થાય છે. તે ૧૫ ખાનગી અને સરકારી બેંકોની અલગ અલગ શાખાના ભરણામાં ધાબડી દેવાયેલી ફાટેલી નોટોની સાથે સાથે બાળકોને રમવાની નોટો પણ બેંકમાંથી મળી આવી હતી.એસઓજી પોલીસે જણાવ્યું હતુ કે દર ૩ મહિને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે જે જે બેંકોમાંથી નકેલી નોટો મળવાનું નોંધાય છે.ત્યાં તપાસ થાય છે જો કે હજુ સુધક્ષ આ નોટો ધાબડી દેનારા કોઈ પકડાયા નથી એસઓજીએ તમામ બેંકોના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. એસઓજીએ ૨૦૦૦ ની ૨૩૫ નકલી નોટ, ૫૦૦ ની ૨૮૨ નોટ ૨૦૦ની ૧૮૫ નોટ, ૧૦૦ની ૧૧૨૯ નોટ, ૫૦ની ૧૮૭ નોટ રૂ.૨૦ બે નોટ અને ૧૦ વાળી ૩ નકલી નોટો મળી આવી છે. આમાંથી કેટલીક નોટોતો સેલોટેપથી સાંધેલી મળી છે.બેંકોમાં નકલીનોટોને પારખવાના મશીન, કાઉન્ટીંગ મશીન, સીસીટીવી જેવી આધુનિક સુવિધા હોવા છતા સિફતાપૂર્વક નક્લી નોટો દાબી દેનારા તત્વો ફાવી કેમ જાય છે. તે પ્રશ્ર્ન હંમેશા વણ ઉકેલ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.