નવનિયુકત નોટરીઓને કાયદાકીય માર્ગદર્શન આપવા શનિવારે ‘નોટરી લીગલ સેમિનાર’

ગુજરાત નોટરી ફેડરેશનના ઉપક્રમે આયોજન: વકતા તરીકે અભયભાઇ ભારદ્વાજ, દિપેનભાઇ દવે, યતીનભાઇ સોની પોતાના જ્ઞાનનો લાભ આપશે: ફેડરેશનના હોદેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

નવનિયુકત નોટરી તેમજ નોટરી તરીકે પ્રેકટીસ કરતાં વકીલ મિત્રોને નોટરી એકટ તેમજ નોટરી એથીકસ જેવા કાયદાકીય સબ્જેકટ ઉપર પુરતુ માર્ગદર્શન મળી રહે તેવા શુભ હેતુથી રાજકોટમાં આગામી તા. ૨૮-૯-૨૦૧૯ ને શનિવારના રોજ બપોરે ૩ થી ૭ દરમ્યાન હેમુગઢવી મીનીહોલ ખાતે નોટરી લીગલ સેમીનાર તેમજ સેમીનાર બાદ સ્વરુચી ભોજનનું આયોજન ગુજરાત નોટરી ફેડરેશન ના ઉપક્રમે કરેલ છે.

જેમાં વકતા તરીકે અભયભાઇ ભારદ્વાજ તેમજ દિપેનભાઇ દવે તેમજ યતીનભાઇ સોની પોતાના જ્ઞાનનો લાભ આપશે જે સેમીનાર માટે આખરી ઓપ અપાઇ રહેલ હોય, આ સેમીનારની શોભા વધારવા માટે બાર કાઉન્સીલઓફ ઇન્ડીયાના મેમ્બર દીલીપભાઇ પટેલ તથા રાજકોટ બારના પ્રમુખ બકુલભાઇ રાજાણી, તથા ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, સેક્રેટરી જીજ્ઞેશ જોશી, જોઇન્ટ સેક્રેટરી નીલશે પટેલ, ટ્રેઝરર અમીત ભગત, મહીલા મેમ્બર રેખાબેન પટેલ, લાઇબ્રેરી સેક્રેટરી મોનીશ જોશી તથા આખી કારોબારી ટીમ હાજરી આપશે., તેમજ ગુજરાન બાર કાઉન્સીલના કો-ઓપ્ટ મેયર હીતેષભાઇ દવે, તેમજ રાજકોટ ખાતે કાર્યરત રેવન્યુ બારના પ્રમુખ નોટરી એસોસીએશનના પ્રમુખ પ્રકાશ ગોહીલ, ક્રીમીનલબારના પ્રમુખ તુષાર બસલાણી, યુવા લોયર્સ બારના પ્રમુખ કીરીટ નકુમ, એમએસીટી પ્રમુખ રાજેશ મહેતા, લેબર બારના પ્રમુખ એલએસએફના પ્રમુખ ઇન્દુભા, મહીલા બારના પ્રમુખ લતાબેન અબોટી, સહીતના મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજરી આપશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજેન્દ્રસિંહ ગોહીલ, અશ્ર્વિનભાઇ સેખલીયા, ભુપેન્દ્રસિંહ જાડેજા, અજયસિંંહ ચૌહાણ, સંજયભાઇ જોશી, શૈલેશભાઇ દવે, ઓમદેવસિંહ જાડેજા, હેમલભાઇ ગોહીલે જહેમત ઉઠાવી રહેલ છે. આ સેમીનારમાં રાજકોટ આસપાસના તમામ નોટરીઓ લાભ લેશે તેમ ‘અબતક’ની મુલાકાતે આવેલા ગુજરાત નોટરી ફેડરેશનના હોદેદારોએ જણાવ્યું હતું.

Loading...