જમીન કૌભાંડમાં નોટરી અને એડવોકેટને ખોટી રીતે સંડોવાયા: નોટરી એસો.

97

ખરાબાની જમીનમાં શેડના વેંચાણ કૌભાંડને લઈ જિલ્લા પોલીસવડાને રજૂઆત

લોધીકા તાલુકાના કાંગશીયાળી ગામની ખરાબાની કરોડો રૂપિયાની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી વેંચી નાખવાના કૌભાંડમાં લોધીકા મામલતદાર દ્વારા શાપર પોલીસ મથકમાં મુન્ના ભરવાડ અને દિલાવર ખાન સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં એડવોકેટ અંકિત લીંબાસીયા અને નોટટી આર.સી.પરસાણાએ વેંચાણ કરાર કર્યાનો આધારે તે આરોપી તરીકે ગણતા રાજીપેટ નોટરી એસોશીએસન દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી ખોટી સંડોવી દિધાનું જણાવ્યુ હતું.

વધુ વિગત મુજબ ગોંડલ રોડ નજીક આવેલ કાંગશીયાળી ગામનાી ખરાબાની કરોડો રૂપિયાની જમીન ઉપર ભૂમાકાયા દ્વારા રોડ બનાવી વેંચાણ કરતા હોવાની ૧૦ વર્ષ બાદ તંત્રને ધ્યાને આવતા મામલતદાર દ્વારા આ મામલે શાપર પોલીસ મથકે મુન્ના ભરવાડ અને દિલાપર ખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવી હતી.

બાદ પોલીસ તપાસ દરમિયાન રોડના વેંચાણ કરાર વકીલ અને નોટરીએ કર્યાનું ખુલતા પોલીસે એડવોકેટ અંકિત લીંબાસીયા અને નોટરી આરસી પરસાણા સામે ગુનો નોંધતા રાજકોટ નોટરી એઓશીએસન દ્વારા જિલ્લા પોલીસ ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ, બારના પ્રમુખ બકુલ રાજાણી, ભાજપ લીગલ સેલના ક્ધવીનર હિતેષ જોષી અને નોટરી એલોશીએસનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ સહિતના સિનિયર-જૂનિયર એડવોકેટો ઉપસ્થિત રહી પોલીસે કૌભાંડના મુળ સુધી પહોંચવાને બદલે ખોટી રીતે નોટરી અને એડવોકેટોને સંડાવી દેવામાં અને ખરાબાની જમીન માં ધ્યાને ન આવ્યું.

Loading...