Abtak Media Google News

હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્રના અધ્યયનથી હથેળી પર બનનારી એખાઓ અને અલગ-અલગ પ્રકારના નિશાનોથી વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવ વિશે જાણકારીઓ પ્રાપ્ત કરવામાં આવે છે. આ સિવાય માથાની બનાવટને જોઇને પણ વ્યક્તિના સ્વભાવ વિશે બતાવી શકાય છે. માથાની રેખાઓ અને બનાવટ જોઇ તમે જાણી શકો છો કે, કોણ જ્ઞાની હશે, કોણ ધની અથવા આર્થિક રૂપે પરેશાન હશે. આવો જાણીએ માથાની બનાવટથી વ્યક્તિનું ભાગ્ય અને ભવિષ્ય કેવું રહેશે.

  • સમુદ્રશાસ્ત્ર અનુસાર જે કોઇના માથાનો આકાર મોટો હોય છે તે વ્યક્તિ ખુબ જ તેઝ દિમાગનો હોય છે. આવા વ્યક્તિ પોતાની કુશળતા અને ચાલાકીથી પોતાની દરેક વાત બીજા લોકોથી મનાવી લે છે. આવા લોકોને સરકારી ઓફિસોમાં કામ કરવા મળે છે.
  • જે લોકોનું માથું મોટું હોય છે. તેઓ ખુબ જ બુદ્ધિમાન હોય છે. આવા લોકો જ્ઞાની હોવાની સાથે ઘણા વિષયોના જાણકાર પણ હોઇ શકે છે.
  • જે કોઇનું માથું પાતળું હોય છે. તે વ્યક્તિ સ્વભાવથી ખુબ જ ભાવુક હોય છે. આવા વ્યક્તિ પોતાની બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ બીજા લોકોના કહેવા પર કરે છે.
  • જે વ્યક્તિનું માથું સરળ અને તેજસ્વી હોય છે તે પ્રભાવશાળી અને ગુણવાન હોય છે. આવા લોકો પોતાની પ્રતિભા અનવે જ્ઞાનથી ધન સંપત્તિ અર્જિત કરે છે.
  • માથા પર રેખાઓ પણ બની હોય છે, જે કોઇના માથાની રેખાઓ ગાઢ અને અટૂટ હોય છે તે ખુબ જ લાંબા સમય સુધી જીવિત રહે છે. આવા લોકો દાર્શનિક અને ગાઢ સંવેદનશીલ હોય છે.
  • જે કોઇનું માથું આગળની તરફ નિકળેલું હોય છે તે ખુબ જ ભાગ્યશાળી અને તીવ્ર બુદ્ધિવાળા વ્યક્તિ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.