ઓપન હાઉસમાં ૯૧ અરજદારોને બિનખેતીના હુકમો અર્પણ કરાયા

૩ બિન ખેતીના પ્રીમિયમ૬ સબલીઝ એન્ડોર્સ કરી આપવાના તથા ૩ જમીનના હક્કો બેંકમાં ગીરો મુકવા સહિતના ૧૦૮ હુકમો કરાયા

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં વિવિધ હુકમો અર્પણ કરવા માટે ગઈકાલે ઓપન હાઉસ યોજાયું હતું.

આ ઓપન હાઉસમાં ૧૦૮ લાભાર્થીને જમીનના હુકમો આપવામાં આવ્યા હતા. જેમાં ૯૧ લાભાર્થીને બિનખેતીના હુકમો આપવામાં આવ્યા હતા.

રાજકોટ કલેકટર કચેરીમાંથી મળતી વિગત અનુસાર બુધવારે ઓપન હાઉસમાં કુલ ૧૦૮ લાભાર્થીને બોલાવાયા હતા જેમાંથી ૫૭ લાભાર્થી હાજર રહ્યા હતા. જેમાં ૯૧ લાભાર્થીને બિનખેતી પરવાનગીના હુકમ આપવામાં આવ્યા હતા. રાજકોટ કલેકટરે બિનખેતી પ્રિમિયમના ૩ હુકમ કર્યા છે.

જયારે સિટીઝનશીપ સર્ટિફિકેટનો એક હુકમ કરાયો હતો. આ સાથે કલમ ૫૪ હેઠળ ૩ હુકમ, જમીનના હક્કો બેન્કમાં ગીરો મુકવાની મંજૂરી આપવા ૩ હુકમો, સબલિઝ એન્ડોર્સ કરી આપવા ૬ હુકમ અને ભૂગર્ભ ગટર યોજના માટે જમીન ફાળવવા ૧ હુકમ કરવામાં આવ્યો હતો.

Loading...