Abtak Media Google News

નર્સિંગ સ્ટાફ દ્વારા રેલી યોજી જનજાગૃતિ પેમ્ફ્લેટનું વિતરણ કરાયું

મોરબી :  વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે મોરબી સિવિલ હોસ્પીટલ એનસીડી સેલ દ્વારા રેલી યોજી જનજાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
Img 20180601 Wa0004
નો ટોબેકો ડે ની ઉજવણી અંતર્ગત મોરબી સિવિલ હોસ્પિટલ એનસીડી સેલ દ્વારા સવારે દર્દીઓનું ચેકઅપ કરી તમાકુનું વ્યસન ધરાવતા લોકોનું કાઉન્સિલ કરાયું હતું બાદમાં સાંજે જનજાગૃતિ રેલી યોજી શહેરના વિવિધ વિસ્તારોમાં લોકીને પેમફ્લેટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
Img 20180601 Wa0005
સમગ્ર આયોજનને સફળ બનાવવા જયશ્રી ઓડેદરા, સિવિલ હોસ્પિટલ એનસીડી સેલના દિવ્યા ગોહેલ, હિતેશભાઈ પોપટાણી, ડો.મોનીકા જાની સાહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.