Abtak Media Google News

જીએસટી અંતર્ગત અનરજીસ્ટર્ડ જવેલરને સોનાના જુના દાગીના વેચવા પર ટેકસ ચુકવવો પડશે

ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ સૌ પ્રથમ વખત ટેકસ માળખામાં ધરખમ ફેરફારો થયા છે. આ ઐતિહાસીક સુધારાઓ તરીકે ગૂડસ એન્ડ સર્વીસ ટેકસ જીએસટીનો અમલ શ‚ થઈ ગયો છે. જેમાં જૂના દાગીના પર જીએસટી લાગશે નહિ તેમ નાણાં મંત્રાલયે જણાવ્યું છે. છે ટવીટ કરીને વિના મંત્રાલયે જાણકારી આપી છે કે કોઈ વ્યકિત જૂની જવેલરીને કોઈ જવેલરને વેચશે તો તેના પર જીએસટી એકટ ૨૦૧૭ની કલમ ૯ (૪) લાગુ થશે નહિ. મંત્રાલયના આ પ્રકારના નિર્ણયથી જીએસટી અંતર્ગત અગાઉથી જ રજીસ્ટર્ડ જવેલરને જુના દાગીનાક અથવા સોનું વેચી શકે છે. જે પર ૩ ટકા ટેકસ આપવો પડશે નહિ. પરંતુ કોઈ વ્યકિત એવા જવેલરને દાગીના વેચે કે જે જીએસટી હેઠળ રજીસ્ટર્ડ નથી તો તેને ૩ ટકા ટેકસ ચૂકવવો પડશે.

આ ઉપરાંત, મંત્રાલયના જણાવ્યા અનુસાર, જવેલરોએ આવી કોઈ પણ ખરીદી પર પણ રિવર્સ ચાર્જ અથવા અન્ય કોઈ ટેકસ ચૂકવવો પડશે નહિ જો કે, નાણાંકીય મંત્રલયે સ્પષ્ટ કર્યું છે કે જો સોનાના દાગીનાના અનરજીસ્ટર્ડ સપ્લાયર રજીસ્ટર્ડ સપ્લાયરને સોનું વેચે છે તો તેના પર આરસીએમ અંતર્ગત ટેકસ લાગશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.