Abtak Media Google News

અબતકના તા.૭ મેના પ્રસિદ્ધ થયેલ અહેવાલ

નાયબ મુખ્યમંત્રી સાથે મંત્રી આર.સી.ફળદુ અને હકુભા જાડેજાએ ચર્ચા કર્યા બાદ નિર્ણય

જામનગરમાં આવેલી જી.જી.હોસ્પિટલ સૌરાષ્ટ્રની નંબર વન હોસ્પિટલ છે. હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી હજારો દર્દીઓ સારવાર હેઠળ આવે છે તો બીજી તરફ જામનગર સહિત વિશ્ર્વભરમાં કોરોનાની મહામારીએ આતંક મચાવ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ખુબ જ ઝડપથી વધી રહી છે ત્યારે જામનગરની જી.જી.હોસ્પિટલમાંથી અગાઉ ૧૮ જેટલા ડોકટરોની ટીમ અમદાવાદ ખાતે કોરોનાનાં દર્દીઓ માટે ડેપ્યુટેશન પર મોકલવામાં આવી હતી ત્યારે ‘અબતક સાંઘ્ય દૈનિક’ દ્વારા ડોકટરોની ટીમને ન મોકલવા માટેનો એક અહેવાલ પ્રસિઘ્ધ કરવામાં આવ્યો છે. આ અહેવાલનાં પગલે કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને હકુભા જાડેજા દ્વારા નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જામનગરથી હવે કોઈપણ તબીબને હવે અમદાવાદ મોકલવામાં આવશે નહીં. ‘અબતક’નાં અહેવાલને સફળતા મળી છે. જામનગરથી કોરોનાનાં દર્દીઓ માટે તબીબોને રોટેશન મુજબ અમદાવાદ મોકલવામાં આવતા હતા જોકે અબતક સાંઘ્ય દૈનિક દ્વારા આ મુદ્દે તા.૭ મે ૨૦૨૦નાં રોજ વિસ્તૃત અહેવાલ પ્રસિઘ્ધ કરવામાં આવ્યો હતો જેને પગલે હવે કોઈપણ તબીબોને અમદાવાદ નહીં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

‘અબતક’નાં ૭ મે, ૨૦૨૦નાં વિસ્તૃત અહેવાલમાં જી.જી.હોસ્પિટલમાંથી ૧૮ જેટલા ડોકટરોની ટીમ અમદાવાદ મોકલવાની વાત કરાઈ હતી. જેમાં જી.જી.હોસ્પિટલનાં સુપ્રીટેન્ડેન્ટ, વિક્રમ માડમ અને અલ્તાફ ખફી સહિતનાઓ સાથે ચર્ચા કરીને તેમનો અહેવાલ પ્રસિઘ્ધ કરાયો હતો અને જામનગરમાં કોરોનાની મહામારીમાં ડોકટરોની વધારે જરૂર હોય તો અમદાવાદ ખાતે ડોકટરોની ટીમ ન મોકલવાનાં અહેવાલને સફળતા મળી હતી તો હવે આ અહેવાલની અસર બાદ નિર્ણય લેવાયો છે કે, જામનગરથી હવે એક પણ તબીબને અમદાવાદ ખાતે મોકલાશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.