ના હોય…કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં ફલૂ વાઇરસના કેસ 98 ટકા ઘટયા!!!

કોરોના વાયરસની મહામારીમાં અત્યાર સુધીમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે અને લાખો લોકોને ચેપ લાગ્યો છે. કોરોના વાયરસ રોગચાળાને સમાપ્ત કરવા માટે વિશ્વવ્યાપી રસીકરણનું ઉત્પાદન હવે ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. જોકે, આ મહામારી વચ્ચે અનેક રોગ ભુલાઈ ગયા હોય તેવું ફલિત થાય છે. કોરોના વાયરસ વિનાશની વચ્ચે ફલૂ રોગ એક રીતે દુનિયાથી અદૃશ્ય થઈ ગયો છે તેવું વિશ્વ આરોગ્ય સંગઠનના આંકડા કહી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાના ગયા એપ્રિલમાં ફલૂના માત્ર 14 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે વર્ષ 2019 માં ફલૂના 367 કેસ નોંધાયા હતા. આ રીતે ફલૂના કેસમાં 96 ટકા ઘટાડો થયો છે. ફ્લૂ જૂન મહિનામાં ટોચ પર હોય છે, પરંતુ આ વખતે એક પણ કેસ નોંધાયેલો નથી.

લેટિન અમેરિકન દેશ ચીલીમાં એપ્રિલથી ઓક્ટોબરની વચ્ચે માત્ર 12 કેસ નોંધાયા હતા જ્યારે 2019માં ચિલીમાં ફલૂના ચેપના 7 હજાર કેસ હતા. દક્ષિણ આફ્રિકામાં ફલૂ સીઝનના માત્ર બે કેસ થયા છે. ગયા વર્ષેની તુલનામાં દેશમાં ફ્લૂના કેસમાં 99 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, એક વાઇરસનો ચેપ લાગ્યા બાદ અન્ય વાઇરસનો ચેપ લાગવાની સંભાવના એકદમ ઘટી જાય છે. જેથી કોરોના મહામારી વચ્ચે ફલૂ વાઇરસ એકાએક ગાયબ થઈ ગયો હોય તેવું ફલિત થાય છે.

Loading...