Abtak Media Google News

અંદામાન-નિકોબારના ૧૬૫ પોલીસ અધિકારીઓમાં દમણ દીવ દાદરાનગર હવેલીમાંથી એન.એલ.રોહિતની પસંદગી

સેલવાસ દાદરાનગર હવેલી પોલીસ વિભાગમાં કાર્યરત એન.એલ.રોહિતનું પ્રમોશન દાનિપ્સ સ્તર પર થયું છે. સેલવાસ પોલીસ આયોજીત એક કાર્યક્રમ દરમિયાન ડીઆઈજીપી બી.કે.સિંહે તેમજ એસ.પી.શરદ દરાડે એન.એલ.રોહિતને બેચ પહેરાવી શુભકામના આપી સાથે જ જણાવ્યું કે હવે દેશ ભ્રમરણ કરવા માટે તૈયાર થઈ જાવ. આ દરમિયાન એસ.પી.એસડીપીઓ મનસ્વી જૈન સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને બધાએ તેમને શુભકામનાઓ આપી.

ઉલ્લેખનીય છે કે દાદરાનગર હવેલી પોલીસ વિભાગમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ સ્થાનિક અધિકારીનું પ્રમોશન દાનિપ્સ સ્તર પર થયું છે. એન.એલ.રોહિતનું દાનિપ્સમાં પ્રમોશન ગૃહ મંત્રાલય દ્વારા થયું છે. દાદરાનગર હવેલી, દમણ દીવ અને અંદામાન નિકોબારના લગભગ ૧૬૫ પોલીસ અધિકારીઓમાંથી દાદરાનગર હવેલી અને દમણ દીવ તરફથી એન.એલ.રોહિત દાનિપ્સમાં પ્રમોશન મેળવનાર એક માત્ર અધિકારી છે. ૨૦૦૨માં હવે દાદરાનગર હવેલી પોલીસ વિભાગમાં પોલીસ ઉપનિરીક્ષક તરીકે ફરજ બજાવતા એન.એલ.રોહિતને રાષ્ટ્રપતિએ પણ મેડલથી સન્માનિત કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.