Abtak Media Google News

દ્વારકા ખાતે ૫.૩૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ આરામ ગૃહનું લોકાર્પણ સંપન્ન

ચાર ધામ પૈકીના પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે રૂા.૫.૩૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ આરામગૃહનું રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે લોકાર્પણ કરી જણાવ્યું હતું કે મારા જન્મદિવસે ભગવાન દ્વારકાધિશની ધ્વજા ચડાવવાનું તથા આરામગૃહનું લોકાર્પણ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. પવિત્ર યાત્રાધામ દ્વારકા વિશ્વ પ્રસિધ્ધધામ અને કૃષ્ણ્ના જીવન સાથે જોડાયેલ છે.  આ ધામમાં લાખો યાત્રાળુઓ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજયપાલ, મુખ્ય્મંત્રી ભગવાનના આશિર્વાદ લેવા આવતા હોય છે. ત્યારે દ્વારકાનું ગૌરવ તેમજ સગવડતામાં વધારો થાય એવું આ આરામગૃહનું આજે લોકાર્પણ થયું છે. નાયબ મુખ્મંત્રીએ સીગ્નેચરબ્રીજની પણ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું  કે વડાપ્રધાન નરેન્દ્રીભાઇ મોદીના પ્રયાસથી દેવભૂમિ દ્વારકા જિલ્લાને ૭૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર સીગ્નેેચરબ્રિજની સુવિધા પ્રાપ્ત્ થશે. વહેલી તકે આ કામ  તૈયાર થાય તેવા પ્રવાસો કરવામાં આવી રહયા છે. જેથી લાખો યાત્રાળુઓને આ સુવિધાનો લાભ મળશે. સાંસદ પુનમબેન માડમની ખંભાળીયા ખાતે પણ દ્વારકા જેવું સર્કિટ હાઉસ બનાવવાની રજુઆત ધ્યાને લઇ નાયબ મુખ્યમંત્રીએ જિલ્લા  મથક ખંભાળીયા ખાતે પણ ભવ્ય આરામગૃહ બનાવવાની ગ્રાન્ટનો નવા બજેટમાં સમાવેશ કરવામાં આવશે તેમ જણાવ્યું  હતું.

દેવભૂમિ દ્વારકાના પ્રભારી મંત્રી તથા રાજયના પ્રવાસન અને મત્યઉદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ પુનમબેન માડમ તથા પબુભા માણેકે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી સરકાર તરફથી દ્વારકાને સર્કિટ હાઉસની ભેટ આપવા બદલ આભાર વ્ય્કત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે ૫.૩૧ કરોડના તૈયાર થયેલ આ આરામગૃહનો વિસ્તા ર ગ્રાઉન્ડ  ફલોર, ફર્સ્ટ ફલોર અને સ્ટેકર કેબિન સહિત ૨૧૬૧.૫૦ ચો.મી. છે. જેમાં વી.વી.આઇ.પી. સ્યુટ-૪, વી.આઇ.પી. સ્યુટ-૪, વી.આઇ.પી. રૂમ ૧૦, કોન્ફરન્સ  રૂમ, ડાઇનીંગ રૂમ, વેઇટીંગ રૂમ, ફાઇર ફાઇટીંગ સીસ્ટમ, લીફટ તથા વિશાળ પાર્કીંગની સુવિધા તેમજ ભુકંપ પ્રતિરોધક આર.સી.સી. ફેમ સ્ટ્રકચર બિલ્ડીંગ છે.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજા, દ્વારકા તા.પં. પ્રમુખ લુણાભા, નગરપાલિકા પ્રમુખ જીતુભા, ઓખા નગરપાલીકા પ્રમુખ ચેનતભા માણેક, ભાજપ અગ્રણી મોહનભાઇ બારાઇ, પરેશભાઇ ઝાખરીયા, પાલભાઇ કરમુર, હિતેશભાઇ પીંડારીયા, રમેશભાઇ હેરમા, હરિભાઇ આધુનિક, માર્ગ અને મકાનના સચિવ વસાવા, કલેકટર ડો. નરેન્દ્ર કુમાર મીના, જિલ્લા  વિકાસ અધિકારી મનીષકુમાર બંસલ, માર્ગ મકાન કાર્યપાલક ઇજનેર ઓજા, એ.એસ.પી. સુંબે, માર્ગ અને મકાન વિભાગના ચાવડા, પટેલ, પટેલીયા સહિત અધિકારીઓ, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.