Abtak Media Google News

દીકરીઓને કરીયાવરમાં ૧૬૦ જેટલી વસ્તુઓની ભેટ: સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો

વરીયા વંશ પ્રજાપતિ સોશ્યલ ગ્રુપ દ્વારા વરીયા વંશ પ્રજાપતિ સમાજનો નવમો લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં આઠ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ લગ્નોત્સવમાં ૧૬૦ જેટલી વસ્તુઓ દિકરીઓને કરીયાવરમાં આપવામાં આવી હતી. લગ્નોત્સવની સંતો-મહંતો અને રાજકારણીઓએ હાજરી આપીને આશિર્વાદ આપ્યા હતા. તેમજ સમૂહ લગ્નની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું હતું. જેમાં ૨૦૦ યુનિટ જેટલુ રક્ત એકઠુ કરવામાં આવ્યું હતું. આ બ્લડ જરૂરીયાતમંદ દર્દીઓને રાહત ભાવે આપવામાં આવે છે.

દીકરીઓના સમૂહ લગ્નનો લ્હાવો અદ્ભૂત: કાંતીભાઈ મોરીયાVlcsnap 2019 02 23 11H55M27S196

વરીયા વંશ પ્રજાપતિ સોશ્યલ ગ્રુપમાં ૩ વર્ષથી પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અમે છેલ્લા ૯ વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરીએ છીએ. અત્યાર સુધીમાં અમે ૧૦૦થી પણ વધુ દીકરીઓના વિવાહ કરાવી ચૂકયા છીએ. તેમજ દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થી સન્માન સમારોહનો કાર્યક્રમ પણ કરીએ છીએ. આ સમૂહ લગ્નોત્સવમાં ૮ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડયા છે. સમૂહ લગ્ન સીવાય પણ અમે બ્લડ ડોનેશન કેમ્પ જેમાં સામાજીક આયોજન કરીએ છીએ.

સમાજ એકઠો થાય અને આ પ્રકારના આયોજનોની તક મળતી રહે: અતુલ સુરાણીVlcsnap 2019 02 23 11H55M54S728

રાજકોટ શહેરમાં છેલ્લા ૯ વર્ષથી કાર્યરત વરીયા વંશ પ્રજાપતિ સોશ્યલ ગ્રુપ દ્વારા સતત નવમાં વર્ષમાં આ નવમો સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે. આ પ્રસંગમાં આખો પ્રજાપતિ સમાજ એકઠો થાય છે. અને આખી જ્ઞાતિનો મેળાવળો સાથે મળીને દિકરીને વળાવે છે. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. જેમાં ૨૦૦ જેટલુ યુનિટ બ્લડ એકઠુ થાય છે. જરૂરીયાતમંદોને રાહતદરે પૂરું પાડીએ છીએ. આ લગ્નોત્સવમાં ૧૬૦ જેટલી વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.