વેણુ-૨ ડેમ ઓવરફલો થતા નિલાખાનો ચેકડેમ ધોવાયો

લાખો રૂપિયાનું નુકસાન

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ થતા વેણુ-૨ ડેમ ઓવરફલો થતા ડેમના પાટીયા ખોલવામાં આવતા તેના ધસમસતા પાણી વેણુ નદીને કાંઠે આવેલા નિલાખા ગામે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ ચેકડેમનું મોટાપાયે ધોવાણ થતાં કરોડોનું નુકસાન થયેલ છે.

આ બાબતે તાલુકા ભાજપનાં પૂર્વ પ્રમુખ રાજશીભાઈ હુંબલે સાંસદ રમેશભાઈ ધડુક સહિત ઉચ્ચ અધિકારીઓને લેખીત-મૌખિક રૂબરૂ રજુઆતો કરેલી.

સાંસદ રમેશભાઈએ નિલાખાના પ્રવાસ દરમ્યાન તેમને કરેલ રજુઆતને ધ્યાને લઈ તેઓએ લાગતા વળગતા ખાતાને તાત્કાલિક યોગ્ય કરવા રજુઆત કરેલ ત્યારે યાદવ બે વખત સ્થળ ઉપર મુલાકાત લઈ ગયેલ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. રમેશભાઈએ તાત્કાલિક બજેટ એસ્ટીમેન્ટ બનાવી યોગ્ય કરવાની સુચના આપી છે પણ તાત્કાલિક ઘટતુ કરવામાં નહીં આવે તો આખો ચેકડેમ ધરાશાયી થઈ જવાની શકયતા છે

અને ખેડુતોના ઉભા પાકને પણ બચાવવા તાત્કાલિક કામગીરી હાથ ધરવી જરૂરી છે તેમ સરપંચ જીણાભાઈ હુંબલ તથા રાજશીભાઈ હુંબલે જણાવ્યું હતું.

Loading...