Abtak Media Google News

શહેરમાં ૪૦ ચેકપોસ્ટ, ૧૦૪ પેટ્રોલીંગ રૂટ મારફત ચુસ્તપણે રાત્રિ કફર્યુનું પાલન કરાવતી પોલીસ

દિવાળીના તહેવારો બાદ કોરોના એ ફરી માથુ ઉચકતા તંત્ર સતર્ક બન્યું છે. કોરોના વાયરસ મહામારીને ફેલાતી અટકાવવા શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામુ બહાર પાડી તા. ર૧-૧૧-૨૦ થી રાત્રીના નવ થી સવારના છ વાગ્યા સુધી રાત્રી કફર્યુ ની અમલવારી જાહેર કરાઇ હતી. બીજો હુકમ ન થાય ત્યાં સુધી રાત્રી કર્ફુયુ યથાવત રહેશે, શહેર પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં જાહેરનામા ભંગ, સોશ્યલ ડીન્સન્ટ તથા વાહન ચેકીંગ સાથે ડીટેઇનના મળી કુલ ૭૭૫ કેસ કરાયા છે.

કોરોના મહામારીને અટકાવવા સરકાર દ્વારા માર્ગદર્શીકા બહાર પાડી અનલોક-૬ જાહેર કરાયું છે. જેમાં કોરોના સંક્રમણ ને અટકાવવા તથા લોકોની અવર જવરને નિયંત્રીત કરવા તત્કાલ વ્યવસ્થાના ભાગરુપે જાહેરનામુ બહાર પાડી રાત્રી કર્ફયુ જાહેર કરાયો છે. રાત્રી કર્ફયુ દરમિયાન શહેરીજનોએ પોતાના રહેણાંકની બહાર નીકળવું નહી કોઇપણ જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરી ગલીઓ પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યામાં ઉભા રહેવું નહી કે હરફર કરવી નહી પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવું નહી તેવું જણાવાયું છે. જાહેરનામાનો લોકો દ્વારા

ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ છે.

શહેરમાં રાત્રી કર્ફયુ દરમ્યાન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશી અહેમદ, ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર તથા ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજા સૃહીતનો સ્ટાફ પેટ્રોલીંગ સાથે પોઇન્ટ ચેક કરી બંદોબસ્તનું માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે. સાથો સાથ માનવતાના અભિગમ સાથે લોકોને મદદરુપ થઇ રહ્યા છે.

ડ્રોન કેમેરા જેવી આધુનિક ટેકનોલોજી દ્વારા કફર્યુ દરમિયાન બહાર નીકળતા લોકો પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. કોરોના પોઝીટીવ આવતા લોકોને સેફ રાજકોટ એપની મદદથી ચેક કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત કોન્ટેકટ ટ્રેસીંગય કરીને કોરોના વાઇરસ પોઝીટીવ આવેલા વ્યકિતઓના સંપર્કમાં આવેલ વ્યકિતઓને કવોરટાઇન કરવાની કામગીરી કરાઇ રહી છે.

અત્યાર સુધીમાં સેફ રાજકોટ એપ્લીકેશન ડાઉનલોડ સંખ્યા ૧૭૭૯૫, કોર્ટેક ડ્રેસીંગ વ્યકિતઓ ની સંખ્યા ૧૯૫૦૭ ડ્રોન કેમેરા દ્વારા કરાયેલ કેસ ૧૫૪ર થવા જાય છે.

રાત્રી કફર્યુમાં અટવાયેલા લોકોની મદદ માટે વોટસઅપ નંબર ૮૩૨૦૯ ૬૫૬૦૬ સાથે પીસીઆર વાનની મદદ મળી રહેશે.

રાત્રી કફર્યુ દરમિયાન શહેર પોલીસ દ્વારા ૧૦૪ પેટ્રોલીંગ રૂટ નકકી કરાયા છે. જેમાં ૬૩ બાઇક પેટ્રોલીંગ તથા ૪ર ફોર વ્હીલ પેટ્રોલીંગ નો સમાવેશ થાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલીસ ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. જેમાં આઠ મુખ્ય રાજમાર્ગો પર તથા બત્રીસ આંતરીક વિસ્તારોમાં કાર્યરત કરાઇ છે.

લગ્ન પ્રસંગની મંજુરી માટે પોલીસને ૫૬૧ અરજી

હાલ લગ્નગાળો શરુ થતાની સાથે જ  રાત્રી કફર્યુ પણ અમલી બન્યો હોય કોરોના સંક્રમણ ને ઘ્યાને રાખી લગ્ન પ્રસંગમાં સો લોકોની મર્યાદા નકકી કરી સ્થાનીક પોલીસની મંજુરી ફરજીયાત હોય અત્યાર સુધીમાં કુલ ૫૬૧ અરજીઓ મળી છે. જેમાં તા. ર૬ સુધીના તમામ લગ્ન પ્રસંગોને મંજુરી અપાઇ ચુકી છે. લગ્ન પ્રસંગ સાથે જોડાયેલા ધંધાર્થીઓ ને રાત્રીના આઠ સુધીમાં કામ આટોપી લઇ કફર્યુની સમય મર્યાદા પહેલા ઘરે પહોચી જવા સુચના અપાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.