Abtak Media Google News

Ipoint Logo For Header 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૧૩૦૬.૦૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૧૩૪૦.૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૪૭૮.૫૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૧૩૯૭.૫૬ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૨૪૩.૮૦ સામે ૧૨૨૫૨.૧૦પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૨૪૫.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૨૬૬.૬૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૯૦૫૧ ના મથાળેથી ખુલીને રૂ.૩૯૧૧૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૯૦૪૧ ના નીચા મથાળે નોંધાવી ૧૮ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૩૯૦૮૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૬૬૫૬ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૬૮૪ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૫૯૩ ના નીચા મથાળે નોંધાવી ૩ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૬૬૬૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

૨૦૨૦ના નવા વર્ષ નિમિત્તે  બંધ રહેલા વૈશ્વિક બજારોને પરિણામે ભારતીય શેરબજારો પણ વર્ષના બીજા દિવસે તેજી જોવા મળી હતી. જો કે મુખ્ય ઈન્ડાઈસિસ પોઝિટિવ રહ્યા હતા.  આગામી નાણાં વર્ષના બજેટની તૈયારી શરૂ થઈ હોય બજારની નજર હવે બજેટ પર વધુ રહેશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને  આગામી પાંચ વર્ષમાં દેશમાં રૂપિયા ૧૦૨ ટ્રિલિયનના ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટની કરેલી જાહેરાત થી બજારના માનસને ટેકો મળ્યો છે. નાણાં પ્રધાનની જાહેરાતને કારણે પાવર, રેલવેઝ, શહેરી સિંચાઈ, હેલ્થ તથા શિક્ષણ ક્ષેત્રના પ્રોજેકટસને લાભ થવાની ધારણાં રખાઈ રહી છે.  આ ઉપરાંત અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર યુદ્ધનો અંત લાવવા બન્ને દેશો હકારાત્મક વલણ ધરાવતા હોવાના અહેવાલે પણ માનસ સુધાર્યું છે. ઘરઆંગણે જીએસટીના ડીસેમ્બરના આંકડા રૂપિયા એક લાખ કરોડથી ઉપર રહેતા સરકારે થોડીક રાહત લીધી છે. ડીસેમ્બરની જીએસટીની આવક વાર્ષિક ધોરણે ૧૬% વધુ રહી છે. ડીસેમ્બરનો ઉત્પાદન ક્ષેત્રના પીએમઆઈ તથા ત્રિમાસિક પરિણામોની શરૂ થઈ રહેલી મોસમ બજારને કેવા ટ્રીગર્સ પૂરા પાડે છે તે જેવાનું રહે છે. ઈનફરમેશન ટેકનોલોજી ક્ષેત્રે માગ નીકળવાની અપેક્ષાએ આઈટી કંપનીઓ દ્વારા ફ્રેશર્સની ભરતીમાં ૨૦૨૦માં ૧૦% વધારો થવાના અહેવાલ વચ્ચે આઈટી શેરોમાં વધારો જોવાયો છે.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૭૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૧૪ અને વધનારની સંખ્યા ૧૧૦૭ રહી હતી. ૮૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૭૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, વર્ષ ૨૦૨૦ ક્વોલિટી સ્મોલ, મિડ કેપ શેરોમાં અણધાર્યું આકર્ષક ઊંચું વળતર આપનારૂ નીડવડવાની શકયતા તેમજ ઓટોમોબાઈલ કંપનીઓના ડિસેમ્બર ૨૦૧૯ મહિનાના વાહનોના વેચાણના જાહેર થનારા આંકડા, આજ રોજ મેન્યુફેકચરીંગ પીએમઆઈના ડિસેમ્બર ૨૦૧૯ મહિનાના આંક જાહેર થનારા આંક પર બજારની નજર રહેશે. બાકી અંગત સલાહ એ છે કે “ તબક્કાવાર નફો બુક કરે એ જ શાણો રોકાણકાર ”…કેમ ખરું ને …!!!

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૨૫૭ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૨૩૦ પોઈન્ટના પ્રથમ અને ૧૨૨૦૨ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૨૮૮ પોઈન્ટ થી ૧૨૩૦૩ પોઈન્ટ, ૧૨૩૧૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • ACC લિ. ( ૧૪૫૭ ) :- રૂ.૧૪૪૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૨૪ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૪૭૪ થી રૂ.૧૪૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • લાર્સન લિ. ( ૧૩૨૧ ) :- કન્સ્ટ્રકશન સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૩૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • એક્સિસ બેન્ક ( ૫૩૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૪૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૬૩ થી રૂ.૭૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.