Abtak Media Google News

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૦૯.૧૦.૨૦૧૯ના રોજ સવારે ૧૦ કલાકે….

સેન્સેક્સ:- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૭૫૩૧.૯૮ સામે ૩૭૬૨૮.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૭૪૯૯.૧૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮ પોઈન્ટના  ઘટાડા સાથે ૩૭૫૦૩.૦૦ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર:- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૧૬૨.૦૦ સામે ૧૧૧૩૭.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૧૩૫.૪૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૧૩૮.૦૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

ગોલ્ડ-સિલ્વર:- અમેરિકા અને ચીન વચ્ચે ફરી વધેલા મતભેદોના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં મજબૂત સ્થિતી જોવા મળી છે. ચીનની વિવિધ કંપનીઓને અમેરિકાએ બ્લેક લિસ્ટમાં મુક્યાના અહેવાલો છે જેના કારણે આગામી સમયમાં ટ્રેડવોર વણસસે તેવી ધારણાએ સેફહેવન સોના-ચાંદીમાં સુધારો આવી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૫૧૫ ડોલર જ્યારે ચાંદી ૧૫.૮૦ ડોલરની સપાટી નજીક ક્વોટ થવા લાગ્યા છે. ડોલર ઇન્ડેક્સની ચાલ કેવી રહે છે તેના પર આધાર રહેલો છે. સ્થાનિક બજારમાં રૂપિયો નબળો પડે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી આવે તો ભાવ ફરી ઉંચકાશે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૫૦૦ની સપાટી નજીક ૩૮૪૬૭ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણે ઉંચકાઇ ઉપરમાં ૩૮૬૭૦ અને ૩૮૭૫૦ સુધી પહોંચી શકે છેનીચામાં ૩૮૩૭૦ મજબૂત સપોર્ટ છે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર ૪૬૦૦૦ ની સપાટી કુદાવી છે. અત્યારે ૪૫૯૯૨ છે જે ઉપરમાં ૪૬૨૫૦ અને નીચામાં ૪૫૯૭૦ સુધી જઇ શકે.

ક્રૂડ:- ક્રૂડની તેજી માટે હાલ કોઇ યોગ્ય ફંડામેન્ટલ નથી. અમેરિકા દ્વારા વારંવારના બદલાતા નિવેદન અને જિઓ પોલિટિકલ ઇશ્યુના કારણે બે તરફી ભાવ જોવા મળી રહ્યાં છે. અમેરિકા અને ચીન વચ્ચે ફરી ટ્રેડવોર મુદ્દો વણસ્યો છે જેની અસર જોવા મળી શકે છે. જોકે, ચીને અમેરિકાને ધમકી આપી છે કે તેઓ ઇરાન-સાઉદી પાસેથી ક્રૂડની ખરીદી કરશે અને જો ખરીદી કરે તો ક્રૂડમાં તેજીના સંકેતો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ૫૮ ડોલરની સપાટી ઉપર રહ્યું છે. અત્યારે ૫૮.૧૦ ડોલર ક્વોટ થઇ રહ્યું છે. જ્યારે એમસીએક્સ ઓક્ટોબર ૩૭૩૮ની સપાટી આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ નજીવું વધીને ૩૭૭૦ અને ત્યાર બાદ ૩૮૦૦ સુધી પહોંચી શકે છે. હાલ ક્રૂડમાં ઝડપી તેજીના સંકેતો નહિંવત્ છે.

સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

શેરબજારમાં દશેરાની રજા બાદ આજે પોઝિટીવ શરૂઆત જોવા મળી છે. પરંતુ બેન્કિંગ સેક્ટરની ખરાબ સ્થિતી, વિદેશી રોકાણકારોનો ઉત્સાહ ઘટતા બજારમાં ધારણા મુજબની તેજીના સંકેતો નથી. એચડીઆઇએલને લોન્સ આપી ચૂકેલી જાહેર સેક્ટરની બેન્કોએ તેમના નાણાંની વસુલી માટે અનેક લિટિગેશનનો સમાવેશ કરવો પડશે. આ ઉપરાંત બેન્કિંગ સેક્ટરમાં કૌભાંડોનો ચીલો યથાવત રહ્યો છે જેની અસર શેરબજાર પર જોવા મળી છે. દશેરા થી દશેરા બીએસઇ માર્કેટ કેપમાં અંદાજીત ચાર લાખ કરોડનો વધારો થયો છે અને સેન્સેકસે પણ સરેરાશ અંદાજીત ૮% સુધી રોકાણકારોને રિટર્ન આપ્યું છે. બેન્ક, ઓટો, કેપિટલ ગુડ્ઝપાવર સેક્ટરમાં સુધારાની ચાલ રહી છે જ્યારે રિયાલ્ટી, હેલ્થકેર, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સમાં નકારાત્મક ટ્રેન્ડ રહ્યો હતો. ક્રૂડ ઓઇલમાં ભાવ સપાટી ફરી મજબૂત બની છે. તેમજ ડોલર સામે રૂપિયો છેલ્લા બે ટ્રેડિંગ સેશનથી ધીમો ઘસાઇ રહ્યો છે જેના કારણે બજારમાં ઝડપી સુધારાના સંકેતો નથી. પીએસયુ બેન્કિંગ સેક્ટરમાં સુધારાની ચાલ છે. સ્મોલ કેપ, મિડ કેપ, રોકડાના શેરોમાં સુધારા સાથે માર્કેટ બ્રેઝથ પોઝિટીવ બની હતી.

કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડા સાથેનું નાણા પ્રધાન નિર્મલા સીતારામને આપેલું છેલ્લું રૂ.૧.૪૫ લાખ કરોડનું આર્થિક પેકેજ ભારતીય શેરબજારોમાં હાલ તુરત સેન્ટીમેન્ટને સુધારવા ઊભરા સમાન નીવડયું છે. આ રાહત-પ્રોત્સાહનો મધ્યમ થી લાંબાગાળા માટે ઉદ્યોજકો-કોર્પોરેટ ઈન્ડિયાના લાભદાયી નીવડી આર્થિક વિકાસને જરૂર વેગ આપનારૂં અને બજારના સેન્ટીમેન્ટને સુધારનારૂ પૂરવાર થયું, પરંતુ અત્યારે આર્થિક અધોગતિના એક પછી એક કારણો-પરિબળો રોજબરોજ સામે આવી રહ્યા છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૮૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૧૧ અને વધનારની સંખ્યા ૬૭૭ રહી હતી. ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૯૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા… મિત્રો, જેમાં હવે જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૧૯ના બીજા ત્રિમાસિકના પરિણામોની સીઝન શરૂ થઈ રહી હોઈ નબળા પરિણામોની ધારણા વચ્ચે ફંડોએ રિઝલ્ટ પૂર્વે જ તેજીનો વેપાર હળવો કર્યો છે. જેથી હવે  પરિણામોની સીઝન વચ્ચે આગામી સપ્તાહમાં ઈન્ડેક્સ બેઝડ અફડા – તફડી વચ્ચે સાવચેતી જોવાય એવી શકયતા છે. આ સાથે ભારતના ઓગસ્ટ ૨૦૧૯ મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ (આઈઆઈપી)ના જાહેર થનારા આંક પર નજર રહેશે. જ્યારે યુ.એસ.ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી)ની જાહેર થનારી મીનિટ્સ પર અને સપ્ટેમ્બર ૨૦૧૯ મહિના માટેના અમેરિકાના ફુગાવાના જાહેર થનારા આંક પર નજર રહેશે…!!!

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર:- (૧૧૧૪૪):- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૧૧૭ પોઈન્ટના પ્રથમ અને ૧૧૧૦૧ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૧૮૮ પોઈન્ટ થી ૧૧૨૦૨ પોઈન્ટ, ૧૧૨૧૨ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

સેન્ચ્યુરી ટેક્ષટાઈલ (૮૬૩):- રૂ.૮૫૪ નો પ્રથમ તેમજ રૂ.૮૪૮ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી  સ્ટોક રૂ.૮૭૮ થી રૂ.૮૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

તાતા એલેકસી (૬૭૩):- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૮૮ થી રૂ.૬૯૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

સિપ્લા લિમિટેડ ( ૪૦૯ ):- રૂ. ૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૯૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૧૭ થી રૂ.૪૨૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.