Abtak Media Google News

Ipoint Logo For Header 1 3

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૨૩.૦૧.૨૦૨૦ ના રોજ સવારે ૧૦ કલાકે….

 

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૧૧૧૫.૩૮ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૧૧૯૧.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૦૯૮.૯૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૯ પોઈન્ટના ઉછાળા સાથે ૪૧૩૪૪.૬૨ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૧૪૫.૨૫ સામે ૧૨૧૩૮.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૧૧૦.૧૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૧૯૧.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૯૯૦૪ ના મથાળેથી ખુલીને રૂ.૩૯૯૬૬ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૯૯૦૨ ના નીચા મથાળે નોંધાવી ૧૫ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૩૯૯૨૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૬૧૭૫ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૧૭૫ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૦૩૪ ના નીચા મથાળે નોંધાવી ૧૧૩ પોઈન્ટ ઘટાડે સાથે રૂ.૪૬૧૨૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

આર્થિક મોરચે સતત નબળી પડતી ભારતની સ્થિતિ અને અર્થતંત્રને પુન:વૃદ્વિના પંથે લઈ જવાના પડકારો સાથે આગામી કેન્દ્રિય બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રોત્સાહનોની બજાર, કોર્પોરેટ ઈન્ડિયાની અપેક્ષા સામે સરકાર માટે આ વખતે રાહતો-પ્રોત્સાહનો આપવા મર્યાદિત અવકાશ હોવાના અમુક સમીક્ષકોને અભિપ્રાયને લઈ શેરોમાં ફંડો, મહારથીઓએ સાવચેતીમાં ગઈકાલે તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. ઔદ્યોગિક મંદીને લઈ ઓટોમોબાઈલ ઉદ્યોગ સતત મંદ માંગનો સામનો કરી રહ્યો હોવા સાથે બેંકો-ફાઈનાન્સ કંપનીઓની ડૂબત લોન-એનપીએમાં વધુ વધારો થવાના જોખમ તેમજ કોર્પોરેટ ઈન્ડિયાના ત્રીજા ત્રિમાસિક પરિણામોમાં હવે નબળી કામગીરી કેટલીક કંપનીઓ દ્વારા જાહેર થતાં શેરોમાં નવી લેવાલીમાં ફંડોએ સાવચેતી અપનાવી હતી. આંતરરાષ્ટ્રીય મોરચે પણ ક્રુડ ઓઈલના ભાવ નરમાઈ તરફી રહી બ્રેન્ટ ક્રુડ ૪૨ સેન્ટ ઘટીને ૬૪.૧૭ ડોલર અને નાયમેક્ષ ૪૨ સેન્ટ ઘટીને ૫૭.૯૬ ડોલર નજીક રહ્યા હતા. વૈશ્વિક શેરબજારોમાં એશીયા-પેસિફિક બજારો અને યુરોપના બજારોમાં મજબૂતી રહ્યા સામે અમેરિકી બજારોમાં નરમાઈ રહી હતી. ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. લાર્સન, એક્સિસ બેન્ક, ઈન્ફોસિસ, મારૂતિ સુઝુકી અને સન ફાર્મા સહિતના શેરોમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે એચયુએલ, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, બજાજ ઓટો અને ટેક મહિન્દ્રા સહિતના શેરોમાં કારોબાર થઈ રહ્યો છે.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૭૦૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૪૪ અને વધનારની સંખ્યા ૧૦૭૭ રહી હતી. ૭૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૬૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક મોરચે આગામી દિવસોમાં જાપાનના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિના નવેમ્બર ૨૦૧૯ના જાહેર થનારા આંક, બેંક ઓફ જાપાન દ્વારા વ્યાજ દર પર લેનારા નિર્ણય, યુરોપમાં યુરોપીયન સેન્ટ્રલ બેંક(ઈસીબી)ના વ્યાજ દર પર નિર્ણય પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે. વૈશ્વિક સ્તરે યુએસ-ચીન વચ્ચે આખરે વેપાર સમજૂતી થઈ તે રાહતની વાત છે. જોકે આનાથી ચીનના કે યુએસના જીડીપીમાં બહુ મોટી વૃદ્ધિની શક્યતા નથી જોવાઈ રહી. વિદેશી રોકાણકારો તરફથી લિક્વિડિટી જળવાઈ છે. અત્યાર સુધીમાં તેમનો ફ્લો પોઝિટિવ રહ્યો છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૧૩૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૨૦૬૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૧૮૮ પોઈન્ટ થી ૧૨૨૦૨ પોઈન્ટ, ૧૨૨૩૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

કોટક બેન્ક ( ૧૫૮૯ ) :- રૂ.૧૫૭૭ નો પ્રથમ તેમજ રૂ.૧૫૬૬ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૬૦૯ થી રૂ.૧૬૨૨ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

લાર્સન લિ. ( ૧૩૧૩ ) :- ક્ધસ્ટ્રકશન સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૨૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

ટેક મહિન્દ્રા ( ૭૭૬ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૮૭ થી રૂ.૭૯૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતોwww.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.