Abtak Media Google News

Ipoint Logo For Header 1 3
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૪૧૯૪૫.૩૭ સામે ૪૨૨૬૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૮૦૬.૫૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૬૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૬ પોઈન્ટના  ઘટાડા સાથે ૪૧૮૩૯.૧૫ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૩૮૪.૬૫ સામે ૧૨૪૧૩.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૩૨૧.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૩૨૯.૦૫ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૯૯૦૦ ના મથાળેથી ખુલીને રૂ.૩૯૯૩૨ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૯૮૮૦ ના નીચા મથાળે નોંધાવી ૨૨ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૩૯૯૨૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૬૭૦૮ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૭૫૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૬૦૧ ના નીચા મથાળે નોંધાવી ૩૯ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૬૭૧૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

7537D2F3 8

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

વૈશ્વિક મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલના આકર્ષણ સામે સ્થાનિકમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ટેલીકોમ કંપનીઓને  એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ(એજીઆર) પરના અગાઉના ચૂકાદામાં ફેરસમીક્ષા કરવાની માંગ કરતી ટેલીકોમ કંપનીઓની પીટીશનને ફગાવી દેવાતાં હવે વોડાફોન આઈડીયા દ્વારા સરકારને રૂ.૪૪,૦૦૦ કરોડ જેટલી રકમ ચૂકવવાની નીકળવાના અંદાજે ટેલીકોમ શેરોમાં વોડાફોન સહિતમાં કડાકો બોલાઈ જવા સાથે બેંકોનું ટેલીકોમ કંપનીઓને ધિરાણ પણ ડૂબવાના સ્પષ્ટ સંકેતે બેંકોની એનપીએમાં જંગી વધારો થવાના જોખમે બેંકિંગ શેરોમાં સાવચેતી જોવા મળી હતી. ટેલીકોમ-બેંકિંગ શેરોમાં ધોવાણ સામે ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ સહિતના પ્રમુખ  ફ્રન્ટલાઈન શેરોમાં તેજી કરતાં ઈન્ડેક્સ બેઝડ મોટું ધોવાણ અટક્યું હતું. અલબત ઈન્ડેક્સ બેઝડ મોટી તેજીને  વિરામ મળ્યો હતો. બેંકિંગ-ફાઈનાન્સ શેરો સાથે એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં અને ઓઈલ-ગેસ શેરો, આઈટી, મેટલ-માઈનીંગ શેરોમાં પણ નરમાઈ જોવાઈ હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૮૯૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૮૭ અને વધનારની સંખ્યા ૮૦૪ રહી હતી. ૧૦૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક પોઝિટીવ પરિબળો સામે ઘર આંગણે ફુગાવા-મોંઘવારીમાં ડિસેમ્બર ૨૦૧૯માં અસાધારણ વધારાથી રીટેલ ફુગાવો પાંચ વર્ષની ઊંચાઈએ પહોંચી જવા છતાં આ હંગામી પરિસ્થિતિ હોવાની ગણતરી અને હવે મોદી સરકાર દ્વારા ૧,ફેબુ્રઆરીના રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં મૂડી બજાર માટે તેમ જ ઉદ્યોગો માટે અનેક પ્રોત્સાહનોની જોગવાઈ થવાની અપેક્ષાએ શેરોમાં ફંડોની ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદી વધતી જોવાઈ છે. બજેટની અપેક્ષા સાથે આગામી સપ્તાહમાં પણ સ્મોલ, મિડ કેપ શેરોમાં સારી ગુણવતાની કંપનીઓના શેરોમાં આકર્ષણ જળવાઈ રહેવાની શકયતા છે. ઈન્ડેક્સ બેઝડ બજારની ચાલ અથડાતી જોવાય એવી શકયતા છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૩૫૩ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૧૨૨૮૮ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૩૮૮ પોઈન્ટ થી ૧૨૪૦૪ પોઈન્ટ, ૧૨૪૧૪ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ડીવી‘ઝ લેબ. લિ. ( ૧૯૧૪ ) :- રૂ.૧૯૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૮૮૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

ACC લિ. ( ૧૫૧૦ ) :- સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૩૪ થી રૂ.૧૫૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૪૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

ઇન્ફોસિસ લિ. ( ૭૭૦ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૭૮ થી રૂ.૭૮૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.