Abtak Media Google News

 

Ipoint Logo For Headerસેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૦૩૨૩.૬૧ સામે ૪૦૩૧૬.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૧૫૦.૯૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૬.૪૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧.૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૩૪૫.૦૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૯૪૫.૦૩ સામે ૧૧૯૦૮.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૮૬૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૨.૩૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦.૬૫ પોઈન્ટના નજીવા ઉછાળા સાથે ૧૧૯૪૬.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

MCX ગોલ્ડ ટ્રેડીંગ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ગોલ્ડ રૂ.૩૭૬૮૭ ના મથાળેથી ખુલીને રૂ.૩૭૮૪૮ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૭૫૧૦ ના નીચા મથાળે નોંધાવી ૭ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૩૭૬૮૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20

ખઈડ સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સિલ્વર રૂ.૪૪૧૦૦ ના મથાળેથી ખુલીને ૪૪૧૯૭ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૩૬૦૬ ના નીચા મથાળે નોંધાવી ૧૧૪ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૩૯૮૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના બીજા દિવસે ગુરૂનાનક જયંતી નિમિતે શેરબજાર બંધ રહ્યા હતા. વૈશ્વિક મોરચે ફરી અનેક નેગેટીવ પરિબળોના પરિણામે વૈશ્વિક બજારોમાં નરમાઈની સાથે ભારતીય શેરબજારોમાં પણ સાવચેતી જોવાઈ હતી. હોંગકોંગમાં દેખાવકારો પર ગોળીબારથી મામલો બિચકતાં અને અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલના આશાવાદમાં ફરી ફાચર પડી અમેરિકી પ્રમુખે ટેરિફ ઘટાડવા કોઈ સંમતિ નહીં આપ્યાનું જાહેર કરતાં વૈશ્વિક સેન્ટીમેન્ટ ડહોળાતાં ભારતીય શેર બજારોમાં પણ સાવચેતીએ ટ્રેડીંગની શરૂઆત થઈ હતી. આ સાથે મૂડીઝ રેટીંગ એજન્સી દ્વારા ભારતનું ક્રેડિટ રેટીંગ આઉટલૂક ડાઉનગ્રેડ કર્યાની અને ભારતીય બેંકો-આઈટી કંપનીઓના ક્રેડિટ રેટીંગ આઉટલૂકને પણ ડાઉનગ્રેડ કરતાં નેગેટીવ અસર આરંભિક કામકાજમાં જોવાઈ હતી. આ સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડયા સાથે ફંડોની વેચવાલી રહી હતી. આ ઉપરાંત સપ્ટેમ્બર ૨૦૧૯ મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ(આઈઆઈપી)ના આંક પણ સતત બીજા મહિને ઘટીને આવતાં  પૂર્વે ફંડોએ સાવચેતી બતાવી હતી. એફએમસીજી, ઓટોમોબાઈલ, આઈટી શેરોમાં વેચવાલી સામે બેંકિંગ-ફાઈનાન્સ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડો લેવાલ રહેતાં ઈન્ડેક્સ બેઝડ બજાર ઘટાડો પચાવી અંતે પોઝિટીવ ઝોનમાં બંધ આવ્યું હતું.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૨૬ અને વધનારની સંખ્યા ૧૨૧૨ રહી હતી, ૧૭૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી દિવસોમાં બજારમાં પસંદગીના સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ જળવાતું જોવાશે. પરંતું શેરોમાં ઉછાળે ફરી સાવચેતી રાખીને હળવા થવું સલાહભર્યું રહેશે. તેમજ ઓકટોબર ૨૦૧૯ મહિના માટેના હોલસેલ ફુગાવાના જાહેર થનારા ડબલ્યુપીઆઈ આંક પર રહેશે. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ તેમ જ અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલની વાટાઘાટની પ્રગતિ પર નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર બંધ :- (  ૧૧૯૪૬ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૨૦૩૩ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૯૦૯ પોઈન્ટ થી ૧૧૮૮૦ પોઈન્ટ, ૧૧૮૬૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ઇન્ડીગો બંધભાવ ( ૧૪૮૩ ) :- રૂ.૧૪૪૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૨૭ ના બીજા સપોર્ટથી એરલાઇન્સ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૫૦૫ થી રૂ.૧૫૧૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

ટેક મહિન્દ્રા બંધભાવ ( ૭૭૨ ) :- ટેક્નોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૮ થી રૂ.૭૯૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૫૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

તાતા કેમિકલ બંધભાવ ( ૬૩૬ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૨૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોમોડિટી કેમિકલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૪૪ થી રૂ.૬૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.