Abtak Media Google News

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૧૭.૧૦.૨૦૧૯ ના રોજ સવારે ૧૦ કલાકે….

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૮૫૯૮.૯૯ સામે શરૂઆતી તબક્કામાં ઝડપી સુધારા સાથે ૩૮૬૪૭.૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૫૫૭.૪૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૬૪૬ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૪૭૫.૫૫ સામે ૧૧૪૮૦.૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૪૬૩.૪૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૪૮૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

ગોલ્ડ-સિલ્વર :- સોના-ચાંદીમાં દૈનિક ધોરણે ૧૦-૧૫ ડોલરની મૂવમેન્ટ સામાન્ય બની છે. સોનું ૧૪૮૦ ડોલરની સપાટી અંદર પહોંચ્યા બાદ ફરી મોડી રાત્રે ઉંચકાઇ ૧૪૯૦ ડોલર ઉપર ટ્રેડ થઇ રહ્યું છે. આજે વધી ૧૫૦૦ ડોલરની સપાટી કુદાવે તેવા સંકેતો છે. વૈશ્વિક અનિશ્ચિત્તાના કારણે બજારમાં બે તરફી રેન્જ છે. જ્યાં સુધી હવે હેજફંડ્સ, સેન્ટ્રલ બેન્કોની ખરીદી સક્રિય ન બને ત્યાં સુધી ઝડપી તેજીના સંકેતો નથી. સોના-ચાંદીની તુલનાએ પેલેડિયમ ઉંચકાઇ ૧૭૫૦ ડોલર આસપાસ ઓલટાઇમ હાઇ સપાટી પર છે જે ગમે ત્યારે ૧૮૦૦ ડોલરની સપાટી કુદાવે તેવા સંકેતો મળી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ૧૭.૩૦ ડોલરની અંદર બંધ ન આપે ત્યાં સુધી ઘટાડાનો ટ્રેન્ડ ન સમજવો અત્યારે ૧૭.૩૫ ડોલર છે જે આજે વધઘટે ૧૭.૫૦ – ૧૭.૬૫ ડોલર થઇ શકે છે. સ્થાનિકમાં સોનાનો ભાવ ૩૯૫૦૦ ની સપાટી નજીક સરક્યાં છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૨૦૯ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણે સુધર્યું છે. આજે ઉપરમાં ૩૮૩૦૦ અને ૩૮૩૭૦ સુધી પહોંચી શકે છે. નીચામાં ૩૮૧૭૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૮૦૦૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર અત્યારે ૪૫૨૫૦ની સપાટી ઉપર રહી છે. જે ઉપરમાં ૪૫૫૦૦ – ૪૫૬૫૦ અને નીચામાં ૪૫૦૫૦ સુધી જઇ શકે.

ક્રૂડ :- ક્રૂડમાં છેલ્લા એકાદ સપ્તાહથી બે ડોલરની રેન્જમાં નજીવી વધઘટ જોવા મળી રહી છે. જ્યાં સુધી બ્રેન્ટ ક્રૂડ ૫૭ ડોલરની સપાટી ન ગુમાવે ત્યાં સુધી મંદીની શક્યતા નહિંવત છે. એમસીએક્સ ઓક્ટોબર ૩૮૦૦ની સપાટી ઉપર ૩૮૧૪ આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ નીચામાં ૩૭૭૦ અને ત્યાર બાદ ૩૭૫૦ સુધી પહોંચી શકે છે. ઉપરમાં હવે ૩૮૩૦ ન કુદાવે ત્યાં સુધી સુધારાના સંકેતો નથી.

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

વૈશ્વિક ડામાડોળ સ્થિતીના કારણે સ્થાનિક શેરબજારમાં તેજી થાપ ખાઇ રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે તુ-તુ મે-મેના કારણે વૈશ્વિક બજારમાં સુધારાનો ટ્રેન્ડ નથી. વાટાઘાટ ખોરવાતા અને ચીને અમેરિકા સામે વળતો જવાબ આપવાની ચીમકીના કારણે ફરી ટેન્શન વધ્યું છે. આ ઉપરાંત બ્રેકઝિટ બાબતે પણ અનિશ્ચિતત્તા છે. ભારતીય બજારમાં વેપાર ખાધ સપ્ટેમ્બર માસમાં ૨૭.૪% ઘટી ૧૦.૮૬ અબજ ડોલર થઇ છે. આ ઉપરાંત કોર્પોરેટ પરિણામોની શરૂઆતમાં જ કંપનીઓના સારા દેખાવ અને આવનારા પરિણામોમાં સારા રહે તેવા આશાવાદ સાથે બજાર મક્કમ રહ્યું છે. પરંતુ આગળ જતા ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની ચાલ કેવી રહે છે તેના પર પણ બજારનો મુખ્ય આધાર રહેલો છે. છેલ્લા બે-ત્રણ ટ્રેડિંગ શેસનથી વિદેશી નાણાંકિય સંસ્થાઓની તેમજ સ્થાનિક સંસ્થાઓની ખરીદી જળવાઇ રહી છે જેનો પણ સપોર્ટ મળી રહ્યો છે. દિવાળીના દિવસે સાંજે ૬-૧૫ થી ૭-૧૫ના મૂહુર્તના કામકાજો થવાના છે. પરિણામોની સારી શરૂઆત અને રૂપિયો મજબૂત રહે તો દિવાળીના દિવસે બજારમાં પોઝિટીવ આશાવાદ જણાઇ રહ્યો છે. ફાઇનાન્સ, ઓટો, એનર્જી સેક્ટર પર બજારની ચાલ નિર્ભર રહેશે. સ્મોલ તથા મિડકેપ શેરોમાં સતત ઓફલોડિંગ થઇ રહ્યું છે જેના કારણે બજારને પુરતો સપોર્ટ નથી. જોકે, વિદેશી નાણાંકિય સંસ્થાઓની ખરીદી ખુલી છે. આગળ જતા ખરીદી કેવી રહે છે તેના પર આધાર રહેલો છે. સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે સાથે માર્કેટબ્રેઝથ પોઝિટીવ બની હતી.

કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૦૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૪૧ અને વધનારની સંખ્યા ૭૮૫ રહી હતી. ૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૦૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, અર્થતંત્રની ધીમી ગતિ અને વધતો ફુગાવો કોઈ પણ દેશ માટે ખતરાની ઘંટડી સમાન છે અને આથી આપણો રૂપિયો નબળો પડી રહ્યો છે. સ્મોલ તથા મિડકેપ શેરોમાં સતત ઓફલોડિંગ થઇ રહ્યું છે જેના કારણે બજારને પુરતો સપોર્ટ નથી. જોકે, વિદેશી નાણાંકિય સંસ્થાઓની ખરીદી ખુલી છે. આગળ જતા ખરીદી કેવી રહે છે તેના પર આધાર રહેલો છે. બ્રિટન દ્વારા હાર્ડ બ્રેક્ઝિટ ટાળવાની શક્યતા સાથે રોકાણકારોમાં આશા બંધાઈ હોવાથી એશિયન માર્કેટ્સમાં જોવા મળેલી તેજીની અસર ભારતીય માર્કેટમાં પણ જોવા મળી શકે છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- (  ૧૧૪૭૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૧૧૩૭૩ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૪૯૪ પોઈન્ટ થી ૧૧૫૦૫ પોઈન્ટ, ૧૧૫૧૭ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

રામકો સિમેન્ટ ( ૭૩૨ ) :- રૂ.૭૧૩ નો પ્રથમ તેમજ રૂ.૭૦૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી  સ્ટોક રૂ.૭૪૪ થી રૂ.૭૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

વોલ્ટાસ લિ. ( ૬૭૭ ) :- ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૮૬ થી રૂ.૭૦૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

ડાબર ઈન્ડિયા ( ૪૫૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૪૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પેર્સનલ પ્રોડક્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૬૬ થી રૂ.૪૭૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.