નિફટી ફયુચર ૧૨૦૮૮ પોઇન્ટ અતિ મહત્વની સપાટી…!!!

98

ગત સપ્તાહે ભારતીય શૅરબજાર સેન્સેક્સ ૪૦૭૪૯ ની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી. તો બીજી તરફ એનએસઇના નિફટીએ પણ ૧૨૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવી હતી. કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર ૨૦૧૯ અંતના ત્રિમાસિકના પરિણામોની સીઝન એકંદર અપેક્ષાથી સારી નીવડી રહ્યા છતાં શેરોમાં ઉછાળે સાવચેતીમાં ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરીને વિક્રમી તેજીને વિરામ આપ્યા બાદ ફરી ફંડો, મહારથીઓએ નવી ઐતિહાસિક તેજીનું તોફાન મચાવ્યું હતું. ફિચ રેટીંગ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે ભારતની રાજકોષીય ખાધનો અંદાજ વધારીને હવે જીડીપીના ૩.૬% મૂક્યાના નેગેટીવ પરિબળ છતાં નાણા પ્રધાન નિર્મલા સીતારમને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે ચર્ચા કરીને ભારતના આર્થિક વિકાસને વેગ આપવા વિવિધ ઉદ્યોગો પૈકી રિયલ એસ્ટેટ ને વધુ પ્રોત્સાહનો-રાહતો આપવામાં આવશે એવો સંકેત આપતાં કંપનીઓના પ્રોત્સાહક પરિણામોનો દોર ચાલુ રહિયો હતો.

વૈશ્વિક મોરચે ચાઈના-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની અપેક્ષા સાથે ફરી ચાઈનાએ અમેરિકા દ્વારા ૩૬૦ અબજ ડોલરની ચાઈનાની આયાતો પરની ટેરિફમાં ઘટાડો કરવાની શરત મૂક્યાના અહેવાલ વચ્ચે આ ટ્રેડ વાટાઘાટ ફરી વિલંબમાં પડવાના સંકેતે છતાં વૈશ્વિક બજારોમાં એશીયાના બજારોમાં તેજી સામે યુરોપના બજારોમાં નરમાઈ જોવાઈ હતી. આર્થિક વિકાસને વેગ આપવા સરકાર આગામી સમયમાં વિવિધ ઉદ્યોગો માટે રાહતો – પ્રોત્સાહન જાહેર કરશે તેવા પ્રબળ આશાવાદ પાછળ વિદેશી ફંડોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી જોવા મળી હતી. કોર્પોરેટ ઈન્ડિયાના જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૧૯ના ત્રિમાસિક પરિણામો સરકારે કોર્પોરેટ ટેક્ષમાં કરેલા ઘટાડાના પરિણામે એકંદર અપેક્ષાથી સારા જાહેર થઈ રહ્યા હોઈ અને કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રિય બજેટમાં અથવા એ પૂર્વે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ(એલટીસીજી) અને સિક્યુરિટીઝ એન્ડ ટ્રાન્ઝેક્શન ટેક્ષ(એસટીટી) તેમજ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્ષ(ડીડીટી) માં રાહત આપવામાં આવશે એવા અહેવાલો વહેતાં થતાં અન્ય આર્થિક નેગેટીવ પરિબળોને અવગણીને ભારતીય શેરબજારોમાં ફોરેન ફંડોએ આઠ દિવસ તેજી કરીને બજારમાં ઈન્ડેક્સ બેઝડ નવો વિક્રમ સર્જયો છે. અલબત આ ઉપરોક્ત રાહતો-પ્રોત્સાહનોની હાલ તુરત કોઈ વિચારણા નહીં હોવાના બીજા દિવસે જ સ્પષ્ટતાના અહેવાલો વહેતાં કરીને સપ્તાહના અંતે  તેજીના વેપાર ખંખરાવવાનો તેજી-મંદીવાળાઓનો ખેલ ખેલાતો રહ્યો હતો. બીજી તરફ ફિચ રેટિંગ દ્વારા રાજકોષીય ખાધનો અંદાજ વધારાયા બાદ નાણાંમંત્રી દ્વારા વિવિધ ઉદ્યોગો માટે વધુ રાહતો – પ્રોત્સાહનો જાહેર કરવાના સંકેત અપાતા બજાર પર તેની સાનુકૂળ અસર જોવાઇ હતી. સેન્સેક્સ-નિફટી બેઝડ સતત તેજી સાથે સ્મોલ,મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ઓપરેટરો દ્વારા ફરી પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ સુધરી હતી.

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૧૯૪૦ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૮૮૦ પોઇન્ટના પ્રથમ અને ૧૧૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભ. ૧૨૦૦૮ પોઇન્ટથી ૧૨૦૪૭ પોઇન્ટ, ૧૨૦૮૮ પોઇન્ટની અતિ મહત્વની નીચી સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૨૦૮૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૦૭૮૫ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૦૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૩૦૨૭૨ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૦૯૦૯ પોઇન્ટથી ૩૧૦૦૯ પોઇન્ટ, ૩૧૧૩૧ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૧૩૧ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીયે તો….

ઓકટોબરમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ નબળી પડીને બે વર્ષની નીચી સપાટીએ જોવા મળી હતી. ફેકટરી ઓર્ડર તથા ઉત્પાદનમાં વૃદ્ધિનો દર ધીમો રહ્યો હતો. ઓકટોબર માટેનો આઈએચએસ માર્કિટ ઈન્ડિયા મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ જે સપ્ટેમ્બરમાં ૫૧.૪૦ પોઈન્ટ હતો તે ઓકટોબરમાં ઘટીને ૫૦.૬૦ પોઈન્ટ રહ્યો છે. ઉત્પાદનમાં નબળાઈની સીધી અસર રોજગાર નિર્માણ પર પડી હતી. સમાપ્ત થયેલા ઓકટોબરમાં રોજગાર નિર્માણની માત્રા ૬ મહિનાની નીચી સપાટીએ રહી છે જ્યારે કંપનીઓએ વધારાનો સ્ટોકસ જાળવવાનું ટાળ્યું હતું અને કાચા માલની ખરીદી પણ મંદ રહી હતી. માગ મંદ રહેતા તેની સીધી અસર ઉત્પાદન ક્ષેત્ર પર જોવા મળી છે. માગમાં ઘટાડાને કારણે ઉત્પાદન, રોજગાર તથા વેપાર માનસ ખરડાયું હતું. ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ મંદ રહેતા તેની અસર દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી) આંકો પર જોવા મળી શકે છે.

ઉત્પાદન ક્ષેત્ર બાદ દેશના સેવા ક્ષેત્રની સ્થિતિ પણ ઓકટોબરમાં નબળી રહ્યાનું એક બિઝનેસ સર્વે પરથી જણાય છે. દેશમાં સેવા ક્ષેત્રમાં મંદ માગને પરિણામે સેવા ક્ષેત્રનો નિક્કી-આઈએચએસ માર્કિટ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ઓકટોબરમાં સતત બીજે મહિને ઘટયો છે. સેવા ક્ષેત્રનો પીએમઆઈ નીચે જતા વેપાર આશાવાદ પણ ઘટીને ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યો છે. સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૪૮.૭૦ પોઈન્ટ રહ્યો હતો, જે ઓકટોબરમાં સાધારણ વધીને ૪૯.૨૦ પોઈન્ટ રહ્યો છે. સેવા તથા ઉત્પાદન ક્ષેત્ર બન્નેમાં મંદ માગને જોતા દેશનો આર્થિક વિકાસ દર (જીડીપી) વધુ નીચે જવાની શકયતા રહેલી છે. વર્તમાન નાણાં વર્ષના જુન ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર ઘટીને ૫% રહ્યો હતો. માગ મંદ રહેતા કંપનીઓ દ્વારા પોતાની વેપાર પ્રવૃત્તિઓ પર કાપ મૂકવામાં આવી રહ્યો છે. જાહેર થયેલો ઓકટોબરનો  ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ બે વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. ફેકટરી ઓર્ડર તથા ઉત્પાદનમાં વૃદ્ધિનો દર ધીમો રહ્યો હતો. ઓકટોબરનો પીએમઆઈ ઘટીને ૫૦.૬૦ પોઈન્ટ રહ્યો છે.

મિત્રો, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯ – ૨૦ માં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

વિદેશી સંસ્થાઓના વાર્ષિક રોકાણ સંદર્ભે જોઈએ તો સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં અંદાજીત રૂ.૬૬૨૪.૦૫ કરોડની વેચવાલી, ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં અંદાજીત રૂ.૮૫૯૫.૬૬ કરોડની ખરીદી તેમજ ૦૬ નવેમ્બર ૨૦૧૯ સુધીમાં અંદાજીત રૂ.૧૮૭૯.૫૦ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

નાણાકીય વર્ષ ૨૦૧૯ – ૨૦ માં સ્થાનિક સંસ્થાઓના રોકાણકારો દ્વારા…

સ્થાનિક સંસ્થાઓના વાર્ષિક રોકાણ સંદર્ભે જોઈએ તો સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં અંદાજીત રૂ.૧૨૪૯૦.૮૧ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં અંદાજીત રૂ.૪૭૫૮.૪૮ કરોડની ખરીદી તેમજ ૦૬ નવેમ્બર સુધીમાં અંદાજીત રૂ.૩૩૪૭.૭૦ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

બજારની ભાવિ દિશા…..

સંવત ૨૦૭૬ની શરૂઆત શેરબજાર માટે ખૂબ સારી રહી છે. એટલું જ નહીં મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ માટે સંવતની શરૂઆત શ્રેષ્ઠ છે. સંવતની શરૂઆતમાં યોજાયેલા સંપૂર્ણ કક્ષાનાં ટ્રેડિંગ સત્રો દરમિયાન એનએસઇ-૫૦૦ જૂથમાં સમાવિષ્ટ કેટલાંક કાઉન્ટર્સમાં ૫૧% સુધીનું વળતર મળ્યું છે. જ્યારે જૂથમાં સમાવિષ્ટ ૫૦૦ સ્ક્રિપ્સમાંથી ૩૯૭એ ભાવમાં સુધારો નોંધાવ્યો છે. સમાન ગાળામાં બેન્ચમાર્ક નિફ્ટી ૩%ની આસપાસનું રિટર્ન દર્શાવી રહ્યો છે. આમ સંવતની શરૂઆતમાં મિડ-કેપ્સ સુપરસ્ટાર્સ બની રહ્યા છે. આમ તો સંવતની શરૂઆત અને મિડ-કેપ્સમાં સુધારાને એક સંયોગ જ ગણી શકાય કેમ કે છેલ્લાં પોણા બે વર્ષથી બજારમાં લાર્જ-કેપ્સ સિવાયનાં મોટા ભાગનાં કાઉન્ટર્સમાં ભાવમાં સતત ધોવાણ થયું હતું.

વૈશ્વિક સંકેતો આગામી સપ્તાહમાં ઇક્વિટી બજારના સેન્ટિમેન્ટને વેગ આપી શકે છે, આ સપ્તાહે કોઈ મહત્ત્વની ઘટના નથી ત્યારે બજાર કોર્પોરેટ પરિણામોની જાહેરાતોના આગામી તબક્કા પર ધ્યાન કેન્દ્રિત કરશે. અમેરિકા અને ચીન ટ્રેડ વોરમાં સમાધાન તરફ આગળ વધી હ્યા છે અને અમેરિકન અર્થતંત્ર નક્કર કન્ઝ્યુમર આધારિત વૃદ્ધિ માટે સજ્જ છે તેવા આશાવાદ વચ્ચે મંગળવારે એશિયન બજારોમાં તેજી હતી પરંતુ ભારતીય બજારમાં પ્રોફિટ બૂકિંગ જોવા મળ્યું હતું. ટ્રેડ ડીલ થવાની આશાથી યુએસ વોલ સ્ટ્રીટના ત્રણ મુખ્ય ઇન્ડેક્સમાં વિક્રમરૂપ ઊંચી સપાટી નોંધાઈ હતી. છેલ્લાં સાત સત્રથી નિફ્ટીમાં સળંગ વધારો થઈ રહ્યો હતો અને બીજા ક્રમે સૌથી ઊંચો સાપ્તાહિક બંધ આવ્યો છે તેથી પ્રોફિટ બૂકિંગની અપેક્ષા હતી. પ્રારંભિક સંકેત દર્શાવે છે કે બજારમાં ફરી જોખમ લેવાના મૂડમાં છે.તે આગામી કેટલાક મહિના સુધી ચાલુ રહે તો નોન હેવીવેઇટ્સ અને પસંદગીના મિડ-કેપ્સમાં પણ તાજું રોકાણ આવવાની શક્યતા છે. નિફ્ટી તમામ મહત્ત્વના મૂવિંગ એવરેજ પેરામીટર્સથી ઉપર છે. તે તમામ ટાઇમ ફ્રેમમાં બુલિશ ટ્રેન્ડ દર્શાવે છે. જોકે, તેમાં થાકનાં લક્ષણ આવવા લાગ્યાં છે.

સેન્સેક્સ ફરી નવી વિક્રમી ઊંચાઈને આંબી ગયો છે, ત્યારે હજુ રોકાણકારો-ખાસ સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં લાંબા સમયથી રોકાણ ધરાવતાં અનેક રોકાણકારોમાં હજુ નિરાશા પ્રવર્તિ રહી છે. પોતાના રોકાણ ભાવોથી શેરોના ભાવોમાં મોટો ઘટાડો આવી ગયો હોવાથી અને ઈન્ડેક્સની વિક્રમી તેજી છતાં આ શેરોના ભાવોમાં ખાસ સુધારો નહીં આવતાં ઈન્વેસ્ટરોની નારાજગી સ્વાભાવિક છે. સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોના ભાવો ફરી ઘટયામથાળેથી ઝડપી વધવા લાગ્યા છે.જ્યારે નબળી કંપનીઓના શેરોમાં ખાસ વધારો થઈ રહ્યો નથી, ત્યારે વર્તમાન તેજીના દોરમાં ફરી લેભાગુઓ સક્રિય બનીને આજા-ફસાજાનો ખેલ શરૂ કરતાં જોવાશે, કાણકારોએ નબળી કંપનીઓના શેરોમાં ફસાઈ ન જવાય અને ગાડરિયા પ્રવાહમાં તણાઈ ન જવાય એની તકેદારી રાખવી રહી.  શેરોમાં  ઉછાળે આવા શેરો રોકાણકારોના ગળામાં પરોવીને આ લેભાગુઓ ફરી રફ્ફુચક્કર થઈ જશે.તેજીનો વર્તમાન દોર પણ ટૂંકાગાળાનો નીવડવાની અને બજાર ફરી રિવર્સ ટ્રેન્ડ બતાવતાં ફરી સંખ્યાબંધ શેરોમાં ઓફલોડિંગ થવાના સંજોગોમાં ફસાઈ જવાની પૂરી શકયતા હોઈ રોકાણકારોએ પોતે તકેદારી રાખવાની રહેશે. કોર્પોરેટ પરિણામોની ત્રિમાસિક સીઝન એકંદર અપેક્ષાથી સારા રિઝલ્ટની પૂરવાર થઈ રહી છે, ત્યારે હવે આગામી સપ્તાહમાં જાહેર થનારા ત્રિમાસિક પરિણામોમાં પર નજર રહેશે. ક્રુડ ઓઈલના ભાવ,રૂપિયા-ડોલરના મૂલ્યમાં વધઘટ,અમેરિકા-ચાઈના ટ્રેડ વાટાઘાટ પર નજર રહેશે. બાકી મારા અંગત અભિપ્રાય તરીકે “તબક્કાવાર નફો બુક કરે એ જ શાણો રોકાણકાર”…કેમ ખરું ને….!!!

*ડિસક્લેમર / શરતો /પોલીસી www.nikhilbhatt.in ને આધીન*

Loading...