Abtak Media Google News

Ipoint Logo For Header 1 4

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૦૨૮૧.૨૦ સામે ૪૦૧૯૪.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૯૮૮૮.૧૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૦૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૪૦૦૧૦.૩૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૧૪૨.૭૦ સામે ૧૧૮૧૬.૫૫ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૧૭૧૨.૪૦ પોઈન્ટના નીચા મથાળા સુધી નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૧.૦૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૧ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૭૨૫.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ.૪૨૫૩૬ ના મથાળેથી ખુલીને રૂ.૪૨૬૧૮ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૨૪૮૦ ના નીચા મથાળે નોંધાવી ૨૩૮ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૨૫૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૬૫૫૦ ના મથાળેથી ખુલીને ૪૭૨૧૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૫૫૦ ના નીચા મથાળે નોંધાવી ૪૮૧ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૭૦૮૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત મંદી સાથે થઈ હતી. ચાઈનાના કોરોના વાઈરસ પર અંકુશ મેળવાના પ્રયાસો થઈ રહ્યા છતાં પોઝિટીવ કેસોમાં સતત થઈ રહેલા વધારા અને ખાસ ચાઈના બહાર દેશોમાં વાઈરસના ઉપદ્રવમાં થઈ રહેલા ચિંતાજનક વધારાથી હવે ઈરાનમાં કોરોના વાઈરસથી કુલ ૧૫ના મોત, ઈટાલીમાં પોઝિટીવ કેસો વધીને ૨૦૬ થવા અને દક્ષિણ કોરિયામાં ૯૭૭ કેસો થતાં તેમજ જાપાનમાં ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ શિપમાં વધુ ચાર યાત્રીના મોત થવાં અમેરિકા, જાપાન અને હોંગકોંગ દ્વારા દક્ષિણ કોરિયા માટે ટ્રાવેલ ચેતવણીઓ જારી થતાં અને હોંગકોંગની નિકાસોમાં જાન્યુઆરીમાં દાયકાનો સૌથી મોટો ઘટાડો થવા સાથે ઈન્ડોનેશિયા દ્વારા ૭૧.૮૦ કરોડ ડોલરનું સ્ટીમ્યુલસ જાહેર કરવાની ફરજ પડતાં વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થઈ રહ્યાના સંકેતે સાવચેતીમાં અમેરિકી શેરબજારોમાં ડાઉ જોન્સ સાથે નાસ્દાક ઈન્ડેક્સ તૂટી જતાં એશીયા-પેસેફિક અને યુરોપના બજારોમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. ઓટોમોબાઈલ, ફાર્મા, આઈટી, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં નરમાઈએ અંતે સેન્સેક્સ ઘટાડો જોવાયો હતો.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૧૮૦૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૨૯ અને વધનારની સંખ્યા ૫૯૮ રહી હતી, ૭૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી દિવસોમાં ભારત પાસેથી અમેરિકા માટે વધુ રાહતો-ટ્રેડ ટેરિફમાં ઘટાડા સહિતની ભારતને ફરજ પાડીને ચૂંટણી પૂર્વે ચાઈના અને ભારતના બજારોને અમેરિકાના ઉદ્યોગો-અમેરિકનો માટે વધુ સરળ બનાવી અમેરિકા ફર્સ્ટનું તેમનું અગાઉનું ચૂંટણી વચના સાર્થક કર્યાનું અમેરિકનોને જણાવશે. જેથી આ મુલાકાતથી ભારત માટે પ્રોત્સાહનો-ટ્રેડ ડીલની અપેક્ષા ઓછી છે. આ દરમિયાન હવે આગામી સપ્તાહમાં ૨૮,ફેબ્રુઆરીના ભારતના જાહેર થનારા ઈન્ફ્રાસ્ટ્રકચર આઉટપૂટના જાન્યુઆરી મહિનાના આંકડા તેમજ ઓકટોબર થી ડિસેમબ્ર ૨૦૧૯ના ત્રીજા ત્રિમાસિક માટેના જીડીપીના અંદાજો ૨૮, ફેબ્રુઆરી ૨૦૨૦ના જાહેર થનારા આંકડા અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર નજર રહેશે.

 ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૧૭૧૭ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૬૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૬૬૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૭૪૭ પોઈન્ટ થી ૧૧૭૭૭ પોઈન્ટ, ૧૧૮૦૮ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • HCL ટેકનોલોજી ( ૫૭૮ ) :- રૂ.૫૬૬ નો પ્રથમ તેમજ રૂ.૫૬૦ ના બીજા સપોર્ટથી ટેક્નોલૉજી સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૮૮ થી રૂ.૫૯૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • ટાટા સ્ટીલ ( ૪૧૪ ) :- સ્ટીલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૨૨ થી રૂ.૪૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૪૯૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સિપ્લા લિ. ( ૪૦૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૯૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૧૭ થી રૂ.૪૨૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.