Abtak Media Google News

Ipoint Logo For Header 1 4 2

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૩૬૫૫૩.૬૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૬૯૯૧.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૬૭૩૦.૫૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૪૦.૬૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૩૫.૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૭૩૮૮.૬૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૮૩૬.૨૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૯૦૬.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૮૫૭.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૦.૧૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૫.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૦૩૧.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ગુરુવારના નોંઘપાત્ર ઘટાડા બાદ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ હતી. અમેરિકા તેમજ યુરોપના વિવિધ દેશોમાં ફરી એકવાર કોરોના સંક્રમણમાં વધારો થવા પામ્યો છે. ભારત પણ તેમાંથી બાકાત રહ્યું નથી. બીજી તરફ અમેરિકામાં મહામારી બાદ રાહત પેકેજ રજૂ કરવામાં પ્રવર્તતી અનિશ્ચિતતાઓની પણ બજાર ઉપર પ્રતિકૂળ અસર થવા પામી હતી. આ ઉપરાંત આગામી સમયમાં અમેરિકા પ્રમુખ માટેની ચૂંટણી મુદ્દે પણ સાવચેતીનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા કામકાજના છ સત્રથી શેરબજારમાં એકધારી પીછેહઠ જોવા મળી હતી પરંતુ સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. કોમોડીટી સેક્ટર સંદર્ભે વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુમાં મંદી આગળ વધી રહી છે અને બજારમાં સોનાચાંદીના ભાવ બે મહિનાના તળિયે જોવા મળ્યા રહ્યા છે. તાજેતરની ટોચેથી ગોલ્ડમાં ૨૨૫ ડોલર જેટલી પીછેહઠ થઈ છે. ચાંદીમાં પણ મોટો ઘસારો જોવા મળ્યો છે. વિશ્વ બજારમાં ફન્ડવાળા સેફ હેવન તરીકે ગણાતા ગોલ્ડમાંથી બહાર નીકળતા વર્તમાન વર્ષના ઓગસ્ટમાં પ્રતિ ઔંસ ૨૧૦૦ ડોલરની નજીક બોલાતું હતું તે ૨૨૫ ડોલરથી વધુ ઘટીને બે મહિનાના તળિયે પહોંચી ગયું છે. ફન્ડવાળાની લેવાલીથી વિશ્વ સ્તરે ડોલર ઈન્ડેકસ બે મહિનાના ટોચે પહોંચ્યો છે. જ્યારે ક્રુડ તેલમાં ખાસ લેવાલીના અભાવે ધીમો સુધારો જોવા મળી રહ્યો છે. ગોલ્ડના ભાવ નીચે જતા ઘરઆંગણે તહેવારોની માગ નીકળવાની ટ્રેડરો અપેક્ષા રાખી રહ્યા છે. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૯૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૩૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે ટેલિકોમ, ટેક,  ઈન્ડસ્ટ્રિયલ્સ, આઇટી, ઓટો અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૮૨ અને વધનારની સંખ્યા ૧૯૭૦ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, નાણાં મંત્રાલયે અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતની નોમિનલ જીડીપી ૧૯%ના દરે વૃદ્ધિ કરશે. નોમિનલ જીડીપી એ એક એવું આંકલન છે. જેમાં એક વર્ષમાં ઉત્પાદિત ચીજવસ્તુઓ અને સેવાઓનાં મુલ્યોની ગણતરી બજાર મુલ્યો પર કરવામાં આવે છે, પછી જે મૂલ્ય નિકળે છે તેને નોમિનલ જીડીપી કહેવામાં આવે છે. કોરોના રોગચાળાને કારણે ઘટાડા છતાં, ઘણા સેક્ટર પહેલાની તુલનામાં રિકવરીનાં માર્ગ પર છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોમિનલ જીડીપી ૨૨.૦૬% ઘટીને રૂ. ૩૮.૦૮ લાખ કરોડ થયો છે. જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં આ આંકડો ૪૯.૧૮ લાખ કરોડ રૂપિયા હતો. મૂડીઝે કહ્યું હતું કે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતીય અર્થવ્યવસ્થા ૧.૦૬%ની વૃદ્ધિ નોંધાવશે. અર્થતંત્ર અને ફાયનાન્સિયલ સિસ્ટમમાં ઉંડા દબાણને કારણે દેશની આર્થિક મજબૂતાઈમાં વધુ ઘટાડો થઈ શકે છે. આ ક્રેડિટ પર દબાણ વધારી શકે છે અને તેમનો અંદાજ છે કે ૨૦૨૦-૨૧માં ભારતીય અર્થવ્યવસ્થામાં ૧૧.૫%નો ઘટાડો થશે. અગાઉ, વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ૧૦.૫નો ઘટાડો થવાનું અનુમાન લગાવ્યું છે. સ્થાનિક રેટિંગ એજન્સીઓ ક્રિસિલ અને ઈન્ડિયા રેટિંગ્સે ચાલું નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં અનુક્રમે ૯% અને ૧૧.૮% નો ઘટાડો થવાનું અનુમાન લગાવ્યું છે.

તા.૨૮.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૫.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૦૩૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૧૦૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૦૮૮ પોઈન્ટ થી ૧૧૧૦૧ પોઈન્ટ, ૧૧૧૭૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૧૦૧ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૫.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૦૯૩૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૦૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૦૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૦૦૮ પોઈન્ટ થી ૨૧૨૦૨ પોઈન્ટ, ૨૧૨૭૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૧૨૭૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એપોલો હોસ્પિટલ્સ ( ૧૯૮૩ ) :- હેલ્થકેર ફેસિલીટી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૯૭ થી રૂ.૨૦૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ભારતી એરટેલ ( ૪૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૪૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૪૧૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૪૫૬ થી રૂ.૪૬૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • બાયોકોન લિ. ( ૪૨૮ ) :- રૂ.૪૧૪ નો પ્રથમ તેમજ રૂ.૪૦૪ ના બીજા સપોર્ટથી બાયોટેકનોલોજી સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૪૦ થી રૂ.૪૪૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • એક્સિસ બેન્ક ( ૪૧૪ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૨૩ થી રૂ.૪૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિ. ( ૩૧૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેક્નોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.