Abtak Media Google News

બોલીવૂડના બાજીરાવ અને મસ્તાની પછી હવે બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના લગ્નની વાતો ખૂબ જ જોર શોરથી ચાલી રહી છે છેલ્લા કેટલા દિવસોથી લગ્નની તૈયારી જોર શોરથી ચાલી રહી છે ગુરુવારના રોજ નિક ન્યુયોર્કથી દિલ્હી પોહચ્યા.જાણકારી અનુસાર દેશી ગર્લ પ્રિયંકા અને નિકના લગ્ન ૨ ડિસેમ્બરના રોજ જોધપુરમાં થશે. પ્રિયંકા અને નિક ને તેના લગ્નનું વેન્યુ જોધપુરનું શાહી ઉમમેદ ભવન પેલેસ રાખ્યું છે.

 

View this post on Instagram

 

Welcome home baby… ?

A post shared by Priyanka Chopra (@priyankachopra) on

પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટગ્રામના અકાઉન્ટ પર નિક ભારત પોહચ્યાની રોમેન્ટીક ફોટો શેર કરેલ છે. ફોટોમાં પ્રિયંકાએ લખ્યું છે કે ” ઘરમાં તારું સ્વાગત છે બેબી ” લખો લોકો દ્વારા આ ફોટોસ લાઇક કરવામાં આવ્યા છે પ્રિયંકાના ઘણા ચાહકોએ આ ફોટોને શેર પણ કરેલ છે અને લખો ચાહકો દવારા ફોટોમાં કમેંટ પણ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

Happy thanksgiving.. family.. forever..

A post shared by Priyanka Chopra (@priyankachopra) on

પ્રિયંકાએ એક બીજો ફોટો પણ ઇનસ્ટાગ્રામના અકાઉન્ટ પર શેર કરેળ છે જેમાં પ્રિયંકા અને નિક સાથે તેમના કેટલાક ફૅમિલી મેમ્બર ડાઈનીંગ ટેબલ પર ડિનર કરતાં સાથે જોવા મળ્યા છે.

જાણકારી અનુસાર બોલિવૂડની દેશી ગર્લના લગ્નની રસ્મોની વિધિ ૨૯ નવેમ્બરથી શરૂ થશે. ભારતીય વિધિ અનુસાર લગ્ન થયા બાદ તેઓ ક્રિશ્ચિયન વેડિંગ પણ કરશે. તેના પહેલા ન્યૂ યોર્કમાં પ્રિયંકા ચોપરાએ પોતાની બ્રાઇડલ શાવર રાખ્યો હતો. તેના પછી તેઓ બૅચલેટરેટ પાર્ટી પણ રાખેલ હતી. હવે આખરે 2 ડિસેમ્બરે તે નીક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.