હવે ડિજિટલ ઉપરનાં સમાચાર અને પ્રસારણમાં ‘લાલીયાવાળી’ નહીં ચાલે

ડિજિટલ માધ્યમો ઉપર પ્રકાશિત થતી તમામ માહિતી માટે આઈટી એકટ લાગુ કરવામાં આવશે

વિશ્ર્વભરમાં ડિજિટલ માધ્યમો પુરઝડપે આગળ વધી રહ્યા છે અને વિકસિત પણ થતા નજરે પડે છે ત્યારે ભારતમાં ડિજિટલ ઉપર જે સમાચારો અને પ્રસારણો કરવામાં આવે છે તેના પર અત્યાર સુધી કોઈપણ પ્રકારનું નિયંત્રણ રાખવામાં આવ્યું ન હતું જેના પરિણામે અનેકવિધ પ્રશ્ર્નો પણ ઉદભવિત થયા હતા આ તમામ મુદાને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેના ભાગરૂપે હવે ડિજિટલ માધ્યમો પર પ્રકાશિત થતા સમાચાર અને પ્રસારણમાં લાલીયાવાડી નહીં ચાલે. અત્યાર સુધી અનેકવિધ લોકો વગર પરવાનગીએ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી સમાચારો પ્રકાશિત કરતા હતા જેની ગુણવતા ઉપર પણ અનેકવિધ પ્રશ્ર્નો ઉદભવિત થયા છે ત્યારે હાલ સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે હવે આ તમામ પ્રકાશકો પર કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલય દ્વારા બાજ નજર રાખવામાં આવશે.

ડિજિટલ માધ્યમ પર વૈવિઘ્યસભર ક્ધટેન રાખવાના પગલે અનેકવિધ સમયે નવતર પ્રશ્ર્નો પણ ઉભા થયા છે ત્યારે સરકારના આઈટી વિભાગ તથા ઈલેકટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સંયુકત ઉપક્રમે નવો કાયદો ઘડવામાં આવશે જેમાં ક્ધટેન ઉપર આઈટી મંત્રાલય પોતાની બાજ નજર રાખશે જયારે ટેકનોલોજીના પ્રશ્ર્ને ઈલેકટ્રોનિક અને ટેકનોલોજી મંત્રાલય નજર રાખતી જોવા મળશે. આ નવા નિર્ણય અને નવા કાયદાના પગલે જે ગેરઉપયોગ અને જે ગેરલાભ લેવામાં આવતો હતો તેના પર હવે પૂર્ણવિરામ મુકવામાં આવશે. એક તરફ વડાપ્રધાન મોદી ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે નવતર પ્રયોગો હાથ ધરી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા આ નવા નિર્ણયથી અનેકવિધ પ્રશ્ર્નો ઉપર પૂર્ણવિરામ મુકવામાં આવશે.

નવા કાયદા મુજબ માત્રને માત્ર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પ્રકાશિત થતા ડિજિટલ સમાચારો જ નહીં પરંતુ એમેઝોન પ્રાઈમ અને નેટ ફિલકસ ઉપર જે વિડીયો પ્રસારીત થઈ રહ્યા છે તેના પર નિયંત્રણ રાખવામાં આવશે. સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ કાયદાનું યોગ્ય પાલન જો કોઈ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કરવામાં નહીં આવે તો તે પ્લેટફોર્મને દંડિત પણ કરાશે. બીજી તરફ સરકારનો હેતુ પણ એ છે કે આઈટી એકટની અમલવારીની સાથે જ ડિજિટલ મીડિયાને વધુ સુરક્ષિત બનાવવામાં આવે. સરકારના જણાવ્યા મુજબ ઓટીપી ચેનલો તથા ડિજિટલ માધ્યમો પર પ્રકાશિત થતા સમાચારો પરનું નિયંત્રણ ઈન્ફોર્મેશન બ્રોડકાસ્ટીંગ મંત્રાલય દ્વારા કરવામાં આવશે જેમાં આઈએન્ડબી અને ઈલેકટ્રોનિક મંત્રાલય સંયુકત રીતે આ કાર્ય કરશે. એવી જ રીતે જે ક્ધટેન ઉપર સેન્સરશીપના પ્રશ્ર્નો ઉદભવિત થતા હતા તેના પર પૂર્ણવિરામ મુકવામાં આવશે અને કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જે ક્ધટેન મુકવામાં આવશે તેના ઉપર પણ સરકાર સીધી જ નજર રાખશે.

Loading...