Abtak Media Google News

૨૪૫ રનનો લક્ષ્યાંક સિદ્ધ કરવા અનેક તકલીફો આવી હતી સામે: કેન વિલિયમ્સન

વિશ્વકપમાં મેટ હેન્ડ્રીએ તરખાટ મચાવતાં ૪ વિકેટ ઝડપી હતી જયારે ટ્રેન્ટ બોલ્ટે ૨ વિકેટ ઝડપતાં બાંગ્લાદેશ ૨૪૪ રનનાં સ્કોર પર ખખડી ગયું હતું. બાંગ્લાદેશ તરફથી સર્વાધીક અને લડાયક બેટીંગ કરતા સાકીબલ હસને ૬૪ રન ફટકાર્યા હતા જોકે બાકીનાં બેટસમેનો તબકકાવાર ખરાબ શોર્ટ રમી પેવેલિયન તરફ પરત ફર્યા હતા જેનું એકમાત્ર કારણ એ પણ માનવામાં આવે છે કે, ન્યુઝીલેન્ડની ટીમ દ્વારા ચુસ્ત બોલીંગ કરવામાં આવી હતી અને વિરોધી ટીમનાં બેટસમેનોની સામે માનસિક રમત રમી હતી.

૨૪૫ રનનાં લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડ ટીમ તરફથી રોસ ટેઈલર ૮૨ રન અને ટીમનાં સુકાની કેન વિલિયમ્સને ૪૦ રન નોંધાવ્યા હતા ત્યારબાદ ટીમનો સ્કોર જયારે ૧૬૦ રને ૨ વિકેટ હતો ત્યારબાદ ટીમ દ્વારા સતત ૬ વિકેટ પડી જતાં એક સમયે એવું લાગતું હતું કે, બાંગ્લાદેશ ટીમ ન્યુઝીલેન્ડને પરાસ્ત કરશે પરંતુ તે પરિસ્થિતિનું નિર્માણ થયું ન હતું અને ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશ સામે રોમાંચકભર્યા મેચમાં જીત હાંસલ કરી હતી.

આ તકે મેચ બાદ ન્યુઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમ્સને મેચ પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ૨૪૫ રનનો લક્ષ્યાંક સિદ્ધ કરવો ખુબ જ કપરો બન્યો હતો અને સાથોસાથ તેને ટીમનાં બોલર મેટ હેન્ડ્રીનાં પણ વખાણ કર્યા હતા.

ન્યુઝીલેન્ડ ટીમ વતી રમી રહેલા માર્ટીન ગપતીલ ૨૫ રન અને કોલીંગ મુનરો ૨૪ રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.