Abtak Media Google News

૩૦મી મન કી બાતમાં અઠવાડિયામાં એક દિવસ પેટ્રોલ ડીઝલનો ઉપયોગ નહીં કરવા મોદીએ કર્યો અનુરોધ: પ્રસુતિ માટે મહિલાઓને અપાતી મેટરનીટીલીવ ૧૨ સપ્તાહથી વધારીને ૨૬ સપ્તાહ કરાઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ૩૦મી મન કી બાતમાં લોકોને અનાજનો બગાડ નહીં કરવા અને અઠવાડિયામાં એક દિવસ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ નહીં કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ૧૨૫ કરોડ ભારતીયોને દિવ્ય તેમજ ભવ્ય ભારતનું નિર્માણ કરવા હાકલ કરી હતી. મોદીએ કહ્યું હતું કે ન્યૂ ઈન્ડિયા એ કોઈ સરકારી યોજના ની દેશવાસીઓના વિઝની જ ન્યૂ ઇન્ડિયાનું નિર્માણ શે. લોકોને ડિપ્રેશનમુક્ત રહેવા સૂચન કર્યું હતું અને દેશની સેવા માટે ડિજિટલ કેશ અપનાવવા સલાહ આપી હતી.

વિર્દ્યાીઓની પરીક્ષાી માંડીને ચંપારણ્ય સત્યાગ્રહ અને ન્યૂ ઈન્ડિયા, ટ્રાફિકના નિયમો અને ડિજિધન યોજના તેમજ બાંગ્લાદેશની સ્વતંત્રતાને લગતા અનેક મુદ્દે તેમણે ચર્ચા કરી હતી.

ગાંધીજીનાં આંદોલની સંઘર્ષ અને સર્જનની પ્રેરણા

ચંપારણ્ય સત્યાગ્રહ દ્વારા ગાંધીજીને યાદ કર્યા હતા અને શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદતોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ચંપારણ્ય આંદોલનને કારણે આપણને સંઘર્ષ અને સર્જનની પ્રેરણા મળે છે તેમ કહ્યું હતું. આ આંદોલનને કારણે દેશમાં મોટો બદલાવ આવ્યો હતો. દેશ આજે ચંપારણ્ય આંદોલનની શતાબ્દી મનાવી રહ્યો છે ત્યારે આપણે સર્વજન હિતાયના મંત્ર સો લોકોની મદદ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.

નાની નાની બચતો દ્વારા ન્યૂ ઈન્ડિયાનું સપનું સાકાર ઈ શકે

મોદીએ લોકોને અનાજ અને ભોજનનો બગાડ નહીં કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આપણે સૌએ ફૂડ વેસ્ટેજ અંગે ચિંતા કરવી જોઈએ. જો અનાજ એઠું ન છોડીએ તો હજારો લોકોનાં પેટ તેનાી ભરાઈ શકે છે. ોડું પેટ ખાલી રાખો અને ોડી પ્લેટ ખાલી રાખો. લોકોમાં આ અંગે જાગ્રતિ ફેલાવો. લોકો જો એક દિવસ પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ ન કરે તો તેવી નાની નાની બાબતોી બચતો દ્વારા ન્યૂ ઈન્ડિયાનું સપનું સાકાર ઈ શકે છે.

ડિજિટલ પેમેન્ટ પર ધ્યાન આપો

મોદીએ ડિજિટલ પેમેન્ટ પર ધ્યાન દેવા અપીલ કરી હતી ડિમેટ અને ભીમ એકાઉન્ટનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે કરો. દોઢ કરોડ લોકોએ ભીમ એપ અપનાવ્યું છે.

બ્લેક મનીની લડાઈમાં મદદ કરો

મોદીએ કહ્યું હતું કે બ્લેકમની અને ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રહેશે. બ્લેક મનીની લડાઈને હવે આગળના તબક્કાએ લઈ જવાની છે. આ લડાઈમાં મદદ કરીને દેશ માટે વીર સૈનિક બનવા અપીલ કરી હતી. ૧૪ એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીએ ડિજિધન સ્કીમનો અંત આવવાનો છે ત્યારે લોકોને નોટોનો ઓછો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

ખુલ્લા મને વાત કરો અને ડિપ્રેશનને ભગાડો

મોદીએ કહ્યું કે આ વખતે વિશ્વ સ્વાસ્થ્ય દિવસનું ીમ ડિપ્રેશન છે. લોકોએ ખુલ્લા મને વાત કરીને ડિપ્રેશન હટાવવું જોઈએ. લોકોએ મિત્રો અને સગાં સો ખુલ્લા મને વાત કરવી જોઈએ. મનને સ્વસ્ રાખવા માટે યોગ શ્રેષ્ઠ વિકલ્પ છે. મોદીએ લોકોને ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ત્રીજું વર્ષ મનાવવા અપીલ કરી હતી.

અમર શહીદો પ્રેરણાસ્રોત છે

મોદીએ કહ્યું કે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા શહીદો આપણા પ્રેરણાસ્રોત છે. તેમણે શહીદી સંગ્રામના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

બાંગ્લાદેશ ભારતનો મજબૂત સહયોગી

મોદીએ બાંગ્લાદેશના સ્વતંત્રતા દિને તેને શુભેચ્છા પાઠવીને કહ્યું બાંગ્લાદેશ એ ભારતનો મજબૂત સાી છે.

મેટરનિટી લીવ ૨૬ સપ્તાહ કરાઈ

મોદીએ કહ્યું કે પહેલાં ગર્ભાવસ અને પ્રસૂતિ માટે મહિલાઓને ૧૨ અઠવાડિયાંની રજા આપવામાં આવતી હતી તે વધારીને હવે ૨૬ અઠવાડિયાંની કરાઈ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.