Abtak Media Google News

વંથલી અને બીલખા કેન્દ્રો બંધ કરાયા: ૩૫ કેન્દ્રોમાંથી ૩ કેન્દ્રો અતિ સંવેદનશીલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ધો.૧૦ અને ૧૨ની માર્ચ માસમાં આવનારી પરીક્ષાઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુકયું છે.બોર્ડની પરીક્ષાને લઈને વંથલીમાં ધો.૧૨માં વિજ્ઞાનપ્રવાહ અને બિલખામાંથી સામાન્ય પ્રવાહ માટેના કેન્દ્રો બંધ કરી દેવાયા છે.

જેની સામે માળીયાના વિસણવેલને વિજ્ઞાન પ્રવાહ માટે અને અમરાપુર સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે બોર્ડ દ્વારા નવા પરીક્ષા કેન્દ્રો અપાયા છે. ૭ માર્ચે યોજાતી બોર્ડની પરીક્ષામાં જીલ્લામાંથી ધો.૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં ૫૨૭૧ વિદ્યાર્થી સામાન્ય પ્રવાહમાં ૧૯૨૧૯ અને ધો.૧૦માં ૩૪૯૫૦ વિદ્યાર્થીઓ જીલ્લાના ૩૫ પરીક્ષા કેન્દ્રોની ૧૮૫ બિલ્ડીંગમાં પરીક્ષા આપશે.

બોર્ડની પરીક્ષાને ચોરીનું દુષણ ડામવા માટે પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જીલ્લામાં બોર્ડની પરીક્ષા માટે ૨૦ પરીક્ષા કેન્દ્ર પર ૩૪૦૦૦થી વધુ ધો.૧૦ના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના મળી ૨૪૦૦૦થી વધુ પરીક્ષા આપશે.

ઉપલબ્ધ કરાયેલા ૩૫ કેન્દ્રોમાંરાણપુર, લોએજ અને દિવરાણા કેન્દ્રને અતિસંવેદનશીલ ગણવામાં આવ્યા છે. જયારે બાટવા, માણાવદર, ગડુ, ખોરાસા (ગીર), અમરાપુર, બીલખા, બરવાડા, માંડાવડ, વીસણવેલ સહિતના ૧૪ કેન્દ્રોને સંવેદનશીલ ગણવામાં આવ્યા છે. આગામી બોર્ડની પરીક્ષાઓને લઈને હાલ શિક્ષણ વિભાગના અધિકારીઓની કસરત ચાલુ હોવાના સમાચારો મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.